એશ્વર્યા રાચ બચ્ચને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી, સેલ્ફી, કેક અને ગુલાબવાળા ફોટા વાયરલ થયા

|

Feb 15, 2021 | 6:02 PM

અભિષેક બચ્ચની પત્ની એશ્વર્યા રાય બચ્ચને અભિષેકને બદલે પોતાની દિકરી આરાધ્યા બચ્ચન સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી. એશ્વર્યા અને આરાધ્યાના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

એશ્વર્યા રાચ બચ્ચને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી, સેલ્ફી, કેક અને ગુલાબવાળા ફોટા વાયરલ થયા
Aishwarya Rai Bachchan

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચને પોતાના કામથી દર્શકોના દિલમાં અલગ છાપ ઉભી કરી છે. એક પછી એક હિટ ફિલ્મો આપીને તેમણે વિશ્વાસ જીત્યો છે. હવે એશ્વર્યા રાય બચ્ચન પુત્રીની માતા છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. તાજેતરમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે એશ્વર્યા રાય બચ્ચને કેટલાક ફોટા શેર કર્યા છે.

એશ્વર્યા રાય બચ્ચન પોતાની પુત્રી સાથે કેમેરામાં પોઝ આપતી નજરે પડે છે. તસવીરોમાં એશ્વર્યા ખૂબ ઓછા મેકઅપમાં જોવા મળી રહી છે. તે જ સમયે, આરાધ્યા બચ્ચન તેના હાથમાં લાલ રંગનું હાર્ટ પકડેલી જોવા મળી રહી છે. ફોટાઓ શેર કરતી વખતે એશ્વર્યાએ લખ્યું કે, “હું તમને ખૂબ પ્રેમ કરું છું, જેની કોઈ મર્યાદા નથી, મારી પ્રિય એંજલ આરાધ્યા.”

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ચાહકો એશ્વર્યા રાય બચ્ચનની પોસ્ટ્સ અને ફોટા પર ટિપ્પણી કરી રહ્યા છે અને હાર્ટ ઇમોજી બનાવી રહ્યા છે. ખબર છે કે આ પહેલા એશ્વર્યા રાયે તેની 2007 ની હિટ ફિલ્મ ‘ગુરુ’ ના પ્રીમિયરની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં બ્યુટી ગર્લ બ્લુ સાડીમાં નજર આવી રહી છે અને તે અભિષેક બચ્ચનને જોઈ રહી છે. અભિષેક બચ્ચન મીડિયા સાથે વાત કરતા જોવા મળે છે. આ તસવીરોમાં ફિલ્મના ડાયરેક્ટર મણિ રત્નમ પણ જોવા મળી રહ્યા છે. તસવીરો શેર કરતાં એશ્વર્યા રાયએ કેપ્શનમાં લખ્યું કે, ‘આ દિવસે…. 14 વર્ષ…. હંમેશા ગુરુ.’ એશ્વર્યા રાયની આ તસવીરો પર ટિપ્પણી કરતાં ચાહકોએ કહ્યું કે તેઓ જલ્દી તેમને અભિનય કરતા જોવા માંગે છે. તેણે ફરી એક વાર મણિ રત્નમ ફિલ્મમાં આવવું જોઈએ.

અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો, ‘હું ન્યૂયોર્કમાં એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન, એક દિવસ હું હોટલની બાલ્કનીમાં ઉભો હતો અને વિચારતો હતો કે તે દિવસ કેટલો સરસ રહેશે જ્યારે અમે લગ્ન કરીશું અને સાથે રહીશું. થોડા વર્ષો પછી અમે ગુરુ મૂવીના પ્રીમિયર માટે ત્યાં પહોંચ્યા. ફિલ્મનો પ્રીમિયર થયા પછી અમે હોટેલ પર પાછા ફર્યા. ત્યારબાદ હું એશ્વર્યાને તે જ બાલ્કનીમાં લઈ ગયો અને તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

 

Next Article