Raj Kundraની ધરપકડ બાદ ટ્રોલર્સના નિશાના પર આવ્યા અજિંક્ય રહાણે, જાણો કારણ

|

Jul 20, 2021 | 8:35 PM

રહાણેએ 19 ઓક્ટોબર, 2012ના રોજ રાજ કુંદ્રાને ટેગ કરતા એક ટ્વીટ કર્યું હતું. રહાણેએ લખ્યું હતું, 'સર તમે સારું કામ કરો છો.' જેના જવાબમાં કુંદ્રાએ આભાર માન્યો હતો

Raj Kundraની ધરપકડ બાદ ટ્રોલર્સના નિશાના પર આવ્યા અજિંક્ય રહાણે, જાણો કારણ
Ajinkya Rahane

Follow us on

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન અજિંક્ય રહાણે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના હેઠળ આવ્યા.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રહાણેએ 19 ઓક્ટોબર, 2012ના રોજ રાજ કુંદ્રાને ટેગ કરતા એક ટ્વીટ કર્યું હતું. રહાણેએ લખ્યું હતું, ‘સર તમે સારું કામ કરો છો.’ જેના જવાબમાં કુંદ્રાએ આભાર માન્યો હતો, તમે જરુર આવો અને આને લાઈવ જુઓ. તેના જવાબમાં રહાણેએ લખ્યું કે હા સર સ્યોર.

રાજ કુંદ્રાની ધરપકડ બાદ રહાણેનું આ 9 વર્ષિય ટ્વીટ વાયરલ થયું હતું અને તે ટ્રોલર્સના નિશાના હેઠળ આવ્યા હતા. રહાણેએ 2012માં રાજ કુંદ્રાના કેટલાક કામોની પ્રશંસા કરી હતી. તે સમયે રાજ કુંદ્રા આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સના સહ-માલિક હતા. જ્યારે રહાણે ટીમના સભ્ય હતા. તે 2011માં રાજસ્થાન રોયલ્સમાં જોડાયા હતા અને 2018 આઈપીએલમાં રાજસ્થાનના કેપ્ટન પણ હતા. રહાણે હવે દિલ્હી કેપિટલ્સથી રમે છે. તે 2020થી આ ટીમ સાથે સંકળાયેલ છે.

https://twitter.com/aflatoon391/status/1417301833459113988?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417301833459113988%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fcricket%2Fstory%2Fajinkya-rahane-trolled-after-shilpa-shetty-husband-raj-kundra-arrested-tspo-1294327-2021-07-20

https://twitter.com/ParthPendse/status/1417362568042074118?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417362568042074118%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fcricket%2Fstory%2Fajinkya-rahane-trolled-after-shilpa-shetty-husband-raj-kundra-arrested-tspo-1294327-2021-07-20

 

ફેબ્રુઆરીમાં નોંધાયો હતો કેસ

આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રાઈમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા અને જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા બદલ કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદથી પોલીસે અનેક જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામની શોધમાં આવેલી જરૂરિયાતમંદ યુવતીઓને મોટી ફિલ્મોમાં ભૂમિકા મેળવવાના નામે ફસાવવામાં આવતી હતી. દર અઠવાડિયે ફિલ્મ રિલીઝ થતી હતી.

 

આ પહેલીવાર નથી જ્યારે રાજ કુંદ્રાનું નામ વિવાદમાં આવ્યું હોય. IPL ફિક્સિંગથી લઈને અન્ડરવર્લ્ડ સાથે વ્યવહાર કરવા માટે રાજનું નામ અનેક વિવાદોમાં આવ્યું છે.

 

23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાજ કુંદ્રા

 

સોમવારે રાત્રે ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાને આજે (મંગળવારે) મુંબઈની કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ કેસમાં રાજ કુંદ્રા સિવાય અન્ય 10 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આમાં જોન રેયન, યાસ્મિન ખાન ઉર્ફે યાસમીન ખાસનવીસ, પ્રતિભા નાલાવડે, મોનુ જોશી, ભાનુ સૂર્યમ ઠાકુર, મોહમ્મદ સૈફી, વંદના તિવારી ઉર્ફે ગેહના વશિષ્ઠ, ઉમેશ કામત, દિપાંકર ખાસ્નવીસ, તનવીર હાશ્મીના નામ સામેલ છે.

 

આ દરમિયાન તપાસમાં ખુલાસો થયો છે કે રાજ કુંદ્રા એક વોટ્સએપ ગ્રુપમાં સામેલ હતા. H એકાઉન્ટ નામના આ ગ્રુપમાં અશ્લીલ ફિલ્મોના વ્યવસાય વિશે ચર્ચા થતી હતી. તેમાં કુલ 5 લોકો હતા. આમાં માર્કેટિંગ, મોડલ્સના પેમેન્ટથી સેલ્સ અંગે વાતો થતી હતી.

 

આ પણ વાંચો: Shilpa Shettyની પણ મુંબઈ પોલીસ કરી શકે છે પૂછપરછ, રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી કોર્ટે કસ્ટડીમાં મોકલ્યો

Next Article