Naga Chaitanyaથી અલગ થયા બાદ હવે સામંથાએ ડિલીટ કર્યાં અભિનેતા સાથેના તમામ ફોટા

|

Oct 28, 2021 | 10:52 PM

સામંથા અને નાગા ચૈતન્ય લોકપ્રિય અને ક્યુટ કપલમાંથી એક હતા. ઘણા વર્ષો સુધી સાથે રહ્યા બાદ બંને થોડા દિવસો પહેલા અલગ થઈ ગયા હતા. બંનેના અલગ થવાથી ચાહકોને પણ આઘાત લાગ્યો છે.

Naga Chaitanyaથી અલગ થયા બાદ હવે સામંથાએ ડિલીટ કર્યાં અભિનેતા સાથેના તમામ ફોટા
Samantha Ruth Prabhu, Naga Chaitanya

Follow us on

એક સમય એવો હતો જ્યારે ચાહકો સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને નાગા ચૈતન્ય (Naga Chaitanya)ના ફોટા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. જ્યારે પણ સામંથા અથવા નાગાએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા ત્યારે ચાહકો તેના પર ઘણો પ્રેમ વરસાવતા હતા. બંને ક્યૂટ કપલમાંથી એક હતા, પરંતુ ચાહકોને તે દિવસે આંચકો લાગ્યો જ્યારે બંનેએ સોશિયલ મીડિયા પર અલગ થવાની જાહેરાત કરી. તમને જણાવી દઈએ કે બંનેએ આ જાહેરાત તેમના લગ્નની ચોથી વર્ષગાંઠના થોડા દિવસ પહેલા કરી હતી.

 

આ જાહેરાત પછી સામંથાએ ઘણી વધુ પોસ્ટ કરી. તે તાજેતરમાં તેની મિત્ર શિલ્પા રેડ્ડી સાથે ચાર ધામ યાત્રા પર પણ ગઈ હતી, ત્યારબાદ તે આગલા દિવસે દુબઈ પહોંચી હતી. આ દરમિયાન જે વાત સામે આવી છે તે એ છે કે સામંથાએ નાગા સાથેના તેના લગભગ તમામ ફોટા ડિલીટ કરી દીધા છે. સામંથાએ નાગા સાથેના લગ્નના ફોટામાંથી તેના તમામ રોમેન્ટિક ફોટો ડિલીટ કરી દીધા છે. હાલમાં નાગા સાથે સામંથાના 3 ફોટા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

અલગ થવાની પોસ્ટ પર શું લખ્યું હતું

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં નાગા અને સામંથાએ તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભેચ્છકોને જણાવ્યું કે મેં અને ચેય (નાગા ચૈતન્ય)એ ખૂબ વિચાર કર્યા બાદ પતિ-પત્ની તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે.

 

અમે નસીબદાર છીએ કે અમારી વર્ષોની મિત્રતા આજે પણ અકબંધ છે અને અમારી વચ્ચેનું આ ખાસ બંધન હંમેશા એવું જ રહેશે. અમે અમારા ચાહકો, શુભેચ્છકો અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખે. સહારો આપવા બદલ આપનો આભાર.

 

સોશિયલ મીડિયા પર નામ બદલાયું

જો કે, તેમના અલગ થવાના સમાચાર ત્યારે આવવા લાગ્યા જ્યારે સામંથાએ સોશિયલ મીડિયા પર તેનું નામ સમન્થા અક્કીનેનીથી બદલીને ફક્ત એસ કરી દીધું. બંને સ્ટાર્સને આ મુદ્દે ઘણી વખત સવાલ કરવામાં આવ્યા હતાં, પરંતુ બંનેએ ક્યારેય આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી અને પછી સીધા જ સોશિયલ મીડિયા દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી હતી.

 

બંનેની પ્રોફેશનલ લાઈફ

સામંથા ટૂંક સમયમાં ફિલ્મ કાથુ વાકુલોં રેડુ કાધલ અને શકુંતલામમાં જોવા મળશે. તે જ સમયે નાગા ટૂંક સમયમાં આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha)માં જોવા મળશે. શૂટિંગ દરમિયાન બંનેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

 

 

આ પણ વાંચો :- Allu Arjun દર્શકોને અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી જોવાની કરી અપીલ, કરણ જોહરે તેમને કહ્યા રિયલ સુપરસ્ટાર

 

આ પણ વાંચો :- Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos

 

Published On - 9:23 pm, Thu, 28 October 21

Next Article