Happy Birthday: સલમાન ખાન સાથે ફિલ્મ કર્યા બાદ ‘આઈશા ટાકિયા’ ફિલ્મી દુનિયામાંથી ગાયબ, આ કારણે બોલિવૂડ સાથે નાતો તોડ્યો

|

Apr 10, 2022 | 7:59 AM

આયેશા ટાકિયાએ (Ayesha Takia) સલમાન ખાન (Salman Khan) સાથે ફિલ્મ 'વોન્ટેડ'માં કામ કર્યું હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી, તેમ છતાં આયેશા આજે બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળતી નથી.

Happy Birthday: સલમાન ખાન સાથે ફિલ્મ કર્યા બાદ આઈશા ટાકિયા ફિલ્મી દુનિયામાંથી ગાયબ, આ કારણે બોલિવૂડ સાથે નાતો તોડ્યો
Actress Ayesha takia Birthday

Follow us on

અભિનેત્રી આઈશા ટાકિયાએ  (Ayesha Takia) ઘણી બોલિવૂડ ફિલ્મો (Bollywood Film) કરી છે, જેમાં તે મુખ્ય હિરોઈનની ભૂમિકામાં રહી છે. આઈશા ટાકિયાનો જન્મ 10 એપ્રિલ 1986ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા નિશિત ગુજરાતી હતા અને આઈશાની માતા ફરીદા મુસ્લિમ હતા. આઈશાને એક નાની બહેન નિશા છે. તેણે સેન્ટ એન્થોની હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આઈશા ટાકિયાએ સૌપ્રથમ બાળ કલાકાર તરીકે ‘કોમ્પ્લાન એડ’માં કામ કરીને પોતાની કારકિર્દીની (Career) શરૂઆત કરી હતી. આ જાહેરાતમાં આઈશા સાથે શાહિદ કપૂર(Shahid Kapoor)  પણ બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો.

બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી

વર્ષ 2000 માં તેણે ફાલ્ગુની પાઠક (Falguni Pathak) દ્વારા રચિત વીડિયો સોંગ ‘મેરી ચુનર ઉડ-ઉડ જાયે’ માં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ પ્રખ્યાત થયું હતું. આ સોંગના કારણે જ આઈશા ફિલ્મી દુનિયામાં ઘણી ફેમસ થઈ ગઈ હતી. તે રિમિક્સ સોંગ ‘નહી નહીં અભી નહીં’માં પણ જોવા મળી હતી. આ સોંગ પછી તેની લોકપ્રિયતામાં વધુ વધારો થયો. જે પછી તેને બોલિવૂડ ફિલ્મોની ઓફર મળવા લાગી.

આઈશાએ સૌપ્રથમ ફિલ્મ ‘સોચા ના થા’માં કામ કર્યું હતું પરંતુ પ્રોડક્શનમાં વિલંબને કારણે તે ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. આ કારણે તે બીજી ફિલ્મ ‘ટાર્ઝન ધ વન્ડર કાર’માં પહેલીવાર મોટા પડદા પર જોવા મળી હતી. આ તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ પણ સાબિત થઈ. આ ફિલ્મ બાદ તેને ઘણી ફિલ્મોની ઓફર પણ મળી હતી. આઈશાએ દિગ્દર્શક નાગેશ કુકુનૂરની બે ફિલ્મ ‘મોડ’ અને ‘દોર’માં કામ કર્યું હતું. આ સિવાય આઈશાએ સલમાન ખાન સાથે ફિલ્મ ‘વોન્ટેડ’ પણ કરી હતી, જે તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક હતી.આઈશાએ બોલિવૂડ ફિલ્મો સિવાય તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે હોલિવૂડ ફિલ્મ ‘અ નાઈટ વિથ ધ કિંગ’માં પણ જોવા મળી હતી. વર્ષ 2006માં તે ‘ભારતની મોસ્ટ ડિઝાયરેબલ વુમન’ની યાદીમાં સામેલ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પતિના કહેવાથી ફિલ્મી કારકિર્દીને કહ્યું અલવિદા

આઈશા ટાકિયાએ રાજકારણ (Politics) સાથે સંબંધ ધરાવતા ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારપછી તે ફિલ્મી દુનિયાથી દુર થઇ ગઈ.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ગ્રેમી એવોર્ડ્સ 2022: BTSના ‘Butter’ પર જસ્ટિન બીબરે આપ્યું રિએક્શન, જુઓ વાયરલ વીડિયો

Next Article