સારા અલી ખાનની માતાએ નથી કરી કોઈ ફિલ્મ કે નથી કર્યો કોઈ બિઝનેસ છતાં પણ રાતોરાત મળી ગયો ખજાનો
અમૃતા સિંહ મિલકતના વિવાદોને લઈને હાલ ચર્ચામાં છે. તેમના મામા મધુસૂદન બિમ્બેટના નિધન પછી આ મિલકતને લઈને સારા અલી ખાન અને અમૃતા સિંહએ દેહરાદૂન પોલિસની મદદ માંગી હતી. અમૃતા સિંહે તેમના મામા મધુસૂદનની પિતરાઈ બહેન તાહિરાને વિંનંતી કરી હતી કે તેના ભાઈ તરફથી કરેલ અપીલને રદ કરાવી દેવામાં આવે. અમૃતા સિંહે સિવીલ કોર્ટના જજ રમેશ […]

અમૃતા સિંહ મિલકતના વિવાદોને લઈને હાલ ચર્ચામાં છે. તેમના મામા મધુસૂદન બિમ્બેટના નિધન પછી આ મિલકતને લઈને સારા અલી ખાન અને અમૃતા સિંહએ દેહરાદૂન પોલિસની મદદ માંગી હતી.
અમૃતા સિંહે તેમના મામા મધુસૂદનની પિતરાઈ બહેન તાહિરાને વિંનંતી કરી હતી કે તેના ભાઈ તરફથી કરેલ અપીલને રદ કરાવી દેવામાં આવે. અમૃતા સિંહે સિવીલ કોર્ટના જજ રમેશ સિંહને આ કેસને બંધ કરવાની વિંનતી કરી હતી. હવે આ કેસ પર અમૃતાસિંહને કોર્ટથી મોટી રાહત મળી ગઈ છે. કોર્ટે આ કેસને બંધ કરી દીધો છે. હવે તે જીલ્લા અધિકારીનો સંપર્ક કરીને બધી જ ઔપચારિકતાઓ પુરી કરશે, ત્યારબાદ બધી જ મિલકત અમૃતાસિંહ અને તાહિરાના નામે થઈ જશે. આ મિલકતની કિંમત લગભગ 50 કરોડ રૂપિયાની આસપાસ છે.
આના પહેલા દેહરાદૂનના કલેમેન્ટ ટાઉન વિસ્તારમાં વિવાદીત બિમ્બેટ હાઉસમાં તાહિરા બિમ્બેટે કબ્જો કરી લીધો હતો. તેનું કહેવુ છે કે મિલકતને લઈ ભાઈ સાથે વિવાદ હતો, પણ જ્યારે તેઓ હયાત નથી તો આ કેસ કોણ લડશે. ગયા સોમવારે આ વિવાદિત સંપતિ પર અચાનક એક JCB આવીને ઊભું હતું. 12 જેટલા મજૂરો એક સાથે આવીને સાફ સફાઈ અને ગેટને કાઢવા લાગ્યા હતા. વિવાદીત સંપતિમાં અચાનક થયેલ ભાગદોડના લીધે પોલીસ પણ સર્તક બની હતી. કલેમેન્ટ ટાઉન પોલિસ સ્ટેશનથી પોલિસકર્મચારીઓ પહોંચ્યા તો તેમને જવાબ મળ્યો કે આ સંપતિ તાહિરા બિમ્બટને મળી ગઈ છે.
કલેમેન્ટ ટાઉનમાં પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ 20 વીઘા મિલકતનો આ કેસ છે. આ મિલકત ફિલ્મ અભિનેત્રી અમૃતાસિંહના મોસાળપક્ષ તરફની છે. 19 જાન્યુઆરી સુધી આ મિલકત પર અમૃતાસિંહના મામા મધુસૂદન બિમ્બટનો કબજો હતો. આ મિલકત પર હવે અમૃતાસિંહ અને તેમની માસી તાહિરા બિમ્બટે હક્ક માંગ્યો હતો.
[yop_poll id=1204]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]