RIP : એક્ટર યુસુફ હુસૈનનું દુખ:દ નિધન, હંસલ મેહતાએ ભાવુક પોસ્ટ લખીને આપી જાણકારી
Actor Yusuf Hussain passes away: બોલિવૂડના દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનનું નિધન થયું છે. ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે અને સાથે જ એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.
બોલિવૂડના દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનનું (Yusuf Hussain) નિધન થયું છે. ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ (Hansal Mehta) સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે અને સાથે જ એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે. યુસુફ ખાને પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
યુસુફ હુસૈનની પુત્રી સફીનાના લગ્ન હંસલ મહેતા સાથે થયા છે. તેણે પોતાના સસરાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. યુસુફ હુસૈનની તસવીર શેર કરતા તેણે લખ્યું- મેં શાહિદના બે શેડ્યુલ પૂરા કર્યા હતા અને અમે અટવાઈ ગયા હતા. હું મુશ્કેલીમાં હતો. મારી ફિલ્મ નિર્માતા તરીકે કારકિર્દી ખતમ થવા જઈ રહી હતી. તે મારી પાસે આવ્યા અને તેમણે મને કહ્યું કે મારી પાસે ફિક્સ ડિપોઝીટ છે અને જો તમે મુશ્કેલીમાં હોવ અને તે કામ ન આવે તો તેનો કોઈ ફાયદો નથી. તેમણે મને ચેક આપ્યો અને શાહિદ પૂરી થઇ ગઇ. તે યુસુફ હુસૈન હતા.
હંસલ મહેતાએ આગળ લખ્યું – તે મારા સસરા નહિ પણ પિતા હતા. તે પોતે એક જીવન હતા, જીવનની જીંદગી હોત તો કદાચ તેમના સ્વરૂપમાં હોત. આજે તે ગયા છે. તે સ્વર્ગની બધી છોકરીઓને વિશ્વની સૌથી સુંદર છોકરી અને દરેક પુરુષને સૌથી સુંદર યુવાન કહે અને છેલ્લે કહે – લવ યુ.. લવ યુ. યુસુફ સાહેબ આ નવા જીવન માટે હું તમારો ઋણી છું. હું આજે અનાથ થઇ ગયો છું. જીવન ક્યારેય પહેલા જેવું નહીં રહે. હું તમને ખૂબ યાદ કરીશ. મારી ઉર્દૂ હંમેશા ભાંગેલી તૂટેલી રહેશે અને હા – લવ યુ, લવ યુ, લવ યુ.
RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732
— Hansal Mehta (@mehtahansal) October 29, 2021
યુસુફે વિવાહ, ધૂમ 2, ખોયા ખોયા ચાંદ, ક્રેઝી કુક્કડ ફેમિલી અને રોડ ટુ, સંગમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ઘણી ટીવી સિરિયલોમાં પિતાના રોલમાં પણ જોવા મળી ચુક્યા છે.
2012 માં, યુસુફે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે હજી પણ એક સોલમેટની શોધમાં છે. તેમણે કહ્યું- હા, મેં ત્રણ વાર લગ્ન કર્યા છે પરંતુ હું હજી પણ એક સારી રીતે મને સમજી શકે તેવા જીવનસાથીની શોધમાં છું પરંતુ મારી ઉંમર 60 થી વધુ છે, કદાચ આ શોધ ક્યારેય ખતમ નહીં થાય.
આ પણ વાંચો –
Funny Video : વ્યક્તિને તેના ચશ્મા પાછા આપવા સામે વાંદરાએ કરી જબરદસ્ત ડીલ, લોકો બોલ્યા આને કહેવાય ‘એક હાથ દો, એક હાથ લો’
આ પણ વાંચો –