Summoned : અભિનેતા સિદ્ધાર્થની મુશ્કેલીઓ વધી, સાઇના નેહવાલ કેસમાં ચેન્નઈ પોલીસે પુછપરછ માટે મોકલી નોટીસ

|

Jan 21, 2022 | 12:04 AM

Actor Siddharth summoned : ચેન્નાઈના પોલીસ કમિશનર શંકર જીવલે પુષ્ટિ કરી છે કે પોલીસને સિદ્ધાર્થ વિરુદ્ધ બે ફરિયાદો મળી છે. જેમાં તેમણે અભિનેતાનું નિવેદન નોંધવાનું છે.

Summoned : અભિનેતા સિદ્ધાર્થની મુશ્કેલીઓ વધી, સાઇના નેહવાલ કેસમાં ચેન્નઈ પોલીસે પુછપરછ માટે મોકલી નોટીસ
Saina Nehwal & Siddharth (Photo Credit- Instagram M)

Follow us on

બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને (Saina Nehwal) ટ્વિટ કરીને તેના વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં અભિનેતા સિદ્ધાર્થની (Siddharth) મુસીબતોનો હજુ અંત આવતો દેખાઈ રહ્યો નથી. ચેન્નાઈ પોલીસે હવે સિદ્ધાર્થને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યો છે. જોકે, સિદ્ધાર્થે આ મામલે એક ઓપન લેટર લખીને સાઈના અને તેના ફેન્સની માફી માંગી લીધી છે.

બે ફરિયાદો મળી: પોલીસ કમિશનર

ચેન્નાઈના પોલીસ કમિશનર શંકર જિવલે મીડિયાને જણાવ્યું કે તેમને સાઈના નેહવાલ-સિદ્ધાર્થ કેસમાં અભિનેતા વિરુદ્ધ બે ફરિયાદો મળી છે. જેમાંથી એક લીગલ નોટીસ છે. જેને માનહાનિના કેસ જેવી ફરિયાદ તરીકે દાખલ કરવામાં આવી છે. આની તપાસ માટે પોલીસને સિદ્ધાર્થના નિવેદનની જરૂર છે. આ કોઈ ફોજદારી કેસ નથી. આવી સ્થિતિમાં તેcણે હવે પોલીસ સમક્ષ હાજર થવું પડશે. હૈદરાબાદ પોલીસે પણ તેમની સામે કેસ નોંધ્યો હતો, પરંતુ માફી માંગ્યા બાદ પોલીસે આ મામલામાં કોઈ મોટી કાર્યવાહી કરી ન હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શું હતો સમગ્ર મામલો?

તાજેતરમાં જ સાઇના નેહવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાયના પણ ભાજપની સભ્ય છે. પોતાની વાત રાખતા તેમણે લખ્યું કે જો દેશમાં પીએમ સુરક્ષિત નથી તો દેશ પોતાને સુરક્ષિત કેવી રીતે કહી શકે. આના પર, સિદ્ધાર્થે તેના ટ્વીટનો જવાબ જે શબ્દોમાં આપ્યો હતો, લોકોને તે પસંદ ન આવ્યો હતો અને તેઓ ટ્રોલ થવા લાગ્યા હતા. મામલાને વધતો જોતા મહિલા આયોગે પણ આ મામલે સંજ્ઞાન લીધું હતું.

સિદ્ધાર્થનું માફીનામું

પોલીસે સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી હતી પરંતુ બાદમાં સિદ્ધાર્થે આ રીટ્વીટ બદલ સાઈનાની માફી માંગી હતી. જે બાદ આ વિવાદ સંહિતાનો અંત આવી ગયો છે તેમ માનવામાં આવતું હતું. હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પોતાના માફીપત્રમાં સિદ્ધાર્થે લખ્યું હતું કે તેમનો ઈરાદો સાઈનાને દુઃખ પહોંચાડવાનો નહોતો.

મારા શબ્દો દ્વેષથી પ્રેરિત ન હતા. તમે મારી માફી સ્વીકારશો અને હંમેશા મારા ચેમ્પિયન રહેશો. સિદ્ધાર્થ દક્ષિણમાં ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે અને ફિલ્મ રંગ દે બસંતીમાં તેમના કામની ચાહકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સિદ્ધાર્થ ભૂતકાળમાં પણ પોતાના નિવેદનોને કારણે ટ્રોલ થઈ ચૂક્યા છે.

 

આ પણ વાંચો : Karishma Tanna Wedding: કરિશ્મા તન્ના બે રીતે કરશે લગ્નની વિધિ, પતિ વરુણ અને સાસરિયાં માટે છે આ ખાસ પ્લાન

Published On - 11:54 pm, Thu, 20 January 22

Next Article