Aamir Khanની પુત્રી Ira Khan પિતાના ફિટનેસ ટ્રેનરના પ્રેમમાં પડી, પ્રથમ વખત રોમેન્ટિક ફોટો શેર કર્યો

|

Feb 12, 2021 | 6:30 PM

બોલીવુડ અભિનેતા આમિર ખાનને અંગત જીવન વિશે વધારે વાત કરવી પસંદ નથી, જ્યારે તેમની પુત્રી ઈરા ખાન આ મામલે ખૂબ જ બોલ્ડ છે.

Aamir Khanની પુત્રી Ira Khan પિતાના ફિટનેસ ટ્રેનરના પ્રેમમાં પડી, પ્રથમ વખત રોમેન્ટિક ફોટો શેર કર્યો

Follow us on

બોલીવુડ અભિનેતા આમિર ખાનને અંગત જીવન વિશે વધારે વાત કરવી પસંદ નથી, જ્યારે તેમની પુત્રી ઈરા ખાન આ મામલે ખૂબ જ બોલ્ડ છે. તે પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ વ્યક્ત કરતી જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સમાં અનેક અટકળો બાદ ઈરાએ હાલમાં જ તેની લવ લાઈફ અંગે ખુલાસો કર્યો છે. તેમણે તેમના બોયફ્રેન્ડ નૂપુર શિક્રે સાથે પહેલીવાર રોમેન્ટિક ફોટા શેર કર્યા હતા. આ તસવીરોથી તેમણે પ્રેમને વ્યકત કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈરાના આ બોયફ્રેન્ડ તેના પિતાના ફિટનેસ કોચ પણ રહી ચૂક્યા છે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

તાજેતરમાં ઈરા ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કેટલીક તસવીરો સામે આવી છે, આ ફોટામાં તે તેમના બોયફ્રેન્ડ નૂપુર શિક્રે સાથે જોવા મળી રહી છે. તસવીરોમાં ઈરા અને નૂપુર રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે, કેટલીકવાર તે બંને એકબીજાની આંખોમાં ડૂબી રહેલા જોવા મળે છે તો ક્યારેક તેઓ રોમેન્ટિક લંચની મજા માણી રહ્યા છે. તે જ સમયે ઈરા સંપૂર્ણપણે નૂપુરના પ્રેમમાં ડૂબી ગઈ છે. અહીં ઈરા ખાન દ્વારા શેર કરેલા ફોટા જુઓ

 

 

 

આ ફોટાઓ શેર કરતા ઈરાએ કેપ્શનમાં લખ્યું છે – ‘તમારી સાથે વચન આપવું એ સમ્માનની વાત છે’. આ સિવાય ઈરાએ #whaleyoubemine #myvalentine #buddy #yourebetteratcheesylines #dreamboy હેશટેગ દ્વારા પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઈરાની આ પોસ્ટ પર ઘણી હસ્તીઓની પ્રતિક્રિયાઓ છે. એક અહેવાલ મુજબ લોકડાઉન દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. નૂપુર ઈરાના પિતા એટલે કે આમિર ખાનનો ફિટનેસ કોચ પણ રહી ચૂક્યો છે.

 

આ પણ વાંચો: અર્જુન કપૂર કેન્સર પીડિત 100 યુગલોની સારવારનો ખર્ચ ઉઠાવશે

Next Article