બોલિવૂડ (Bollywood) એક્ટર આમિર ખાન (Aamir Khan) આ દિવસોમાં પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને સતત ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા આમિરની આગામી ફિલ્મનું પહેલું ગીત કહાની રિલીઝ થયું હતું. આમિર ખાન સાથે તેની પુત્રી આયરા ખાન (Ayra Khan) પણ આજકાલ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, આયરા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આયરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે હજી સુધી બોલિવૂડમાં આવવા અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેમ છતાં તેની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત જોવા મળી રહી છે.
આયરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની ગંભીર સમસ્યાનો ખુલાસો કર્યો છે. તેણે એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તે તેના જીવનમાં ડિપ્રેશન જેવી ભયંકર સમસ્યા સાથે સંઘર્ષ કરી રહી છે. આટલું જ નહીં ડિપ્રેશનની સાથે હવે એ વાત પણ સામે આવી રહી છે કે ડિપ્રેશન બાદ આયરા બીજી બીમારીનો શિકાર બની ગઈ છે.
View this post on Instagram
એન્ઝાઈટી એટેકની સમસ્યાથી પીડિત આયરાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેણે કહ્યું કે તેને સૌથી વધુ શું પરેશાન કરી રહ્યું છે. ચાહકો તેની પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યાં છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યાં છે. આયરાએ ડિપ્રેશન વિશે વાત કરી હતી.
તેની શેર કરેલી પોસ્ટમાં આયરા ખાન સેલ્ફી ક્લિક કરતી જોવા મળે છે. તેણે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું કે, મને એન્ઝાઈટી એટેક આવવા લાગ્યા છે. આ દરમિયાન ખૂબ જ ગભરાટ અનુભવાય છે અને અંદરથી બેચેનીનો અનુભવ થાય છે. મારુ મન ખૂબ જ અસ્વસ્થ અને અશાંત બની જાય છે. હું રડવા લાગુ છું. આ ખૂબ જ ગભરાટ પેદા કરે છે.
View this post on Instagram
આયરાએ આગળ લખ્યું કે, આ ખૂબ જ ડરામણી લાગણી છે. મારા ડોક્ટરે મને કહ્યું કે જો તે વારંવાર થતું રહે તો ડૉક્ટર સાથે વાત કરો. આવી સ્થિતિમાં હું ખૂબ લાચારી અનુભવું છું. હું સૂવા માંગુ છું પરંતુ ઊંઘી શકતી નથી.