83 Teaser Out : ભારતીય ક્રિકેટની ઐતિહાસિક ક્ષણની ઝલક, રણવીર સિંહની આ ફિલ્મનું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ

રણવીર સિંહની (Ranveer Singh) ફિલ્મ '83'નું ટીઝર આજે સવારે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. 59 સેકન્ડના આ ટીઝરમાં ક્રિકેટના મેદાનની ઝલક જોવા મળી છે. ભારતીય ક્રિકેટ ટીમની મેચ બતાવવામાં આવી છે જેમાં તેણે ઈતિહાસ રચ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 12:30 PM

રણવીર સિંહ (Ranveer Singh) સ્ટારર ફિલ્મ 83 (83 The Film) નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. સિનેમાઘરો ખુલ્યા બાદ આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી.

હવે આનું એક નાનું ટીઝર પણ દર્શકોની વચ્ચે આવ્યું છે. આ ટીઝર ભારતીય ક્રિકેટના ઈતિહાસની સૌથી સુંદર સ્મૃતિની એક નાની ઝલક રજૂ કરશે. આ જોયા પછી તમે એ દિવસોની યાદોમાં ખોવાઈ જશો જ્યારે ભારતે પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.

રણવીર સિંહની ફિલ્મ ’83’નું ટીઝર આજે સવારે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કરવામાં આવ્યું છે. 59 સેકન્ડના આ ટીઝરમાં ક્રિકેટના મેદાનની ઝલક જોવા મળી છે. જ્યાં ભારતની મેચ બતાવવામાં આવી છે જેમાં ભારતે ઈતિહાસ રચ્યો હતો.

ટીઝરમાં જોવા મળે છે કે સ્ટેડિયમમાં ભારે ભીડ છે અને મેચ રોમાંચક વળાંક પર છે. પછી બેટ્સમેન બોલને ઉપર ફટકારે છે અને 2 ખેલાડીઓ બોલની નીચે પહોંચવાનો પ્રયાસ કરે છે. એક રણવીર સિંહ અને બીજો જતિન સરના. બંનેની નજીક પહોંચતા જ ટ્રેલર સમાપ્ત થઈ જાય છે. ટીઝરમાં દેખાડવામાં આવેલી ઉત્તેજનાથી ટ્રેલર અને ફિલ્મ માટે દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે.

ફિલ્મ 83 એ સમયની વાર્તા પર આધારિત છે જ્યારે ભારતે પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ફિલ્મમાં 1983ના વર્લ્ડ કપમાં ભારતના સંઘર્ષ અને જીતની કહાની દર્શાવવામાં આવશે. આ ફિલ્મ માટે બધાએ ખૂબ જ મહેનત કરી છે. આ સાથે ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ લેવામાં આવી છે જેઓ તે વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત નિર્દેશક કબીર ખાને કર્યું છે. આ ફિલ્મ પર લગભગ 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે, હવે તે ટૂંક સમયમાં દર્શકોની વચ્ચે આવશે.

આ ફિલ્મમાં ઘણા કલાકારો સાથે જોવા મળવાના છે.
આ ફિલ્મમાં ઘણા કલાકારો કામ કરી રહ્યા છે. જેમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, હાર્ડી સંધુ, તાહિર ભસીન, એમી વિર્ક, પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, ચિરાગ પાટીલ, ધૈર્ય કારવા, જતીન સરના અને બોમન ઈરાની મુખ્ય છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હમણાં જ તેનું ટીઝર આવી ગયું છે. ટ્રેલર 30 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો : Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

આ પણ વાંચો : નથી થઇ રહ્યા છૂટાછેડા ! નિકે પ્રિયંકા સાથે તસવીર શેર કરીને ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">