સિદ્ધુ મુસેવાલા હત્યાઃ અત્યાર સુધીમાં 23 લોકની ધરપકડ, ગોલ્ડી બ્રાર સામે રેડ કોર્નર નોટિસ જાહેર

|

Sep 11, 2022 | 3:02 PM

દીપક મુંડીના બે સહયોગીઓની ઓળખ કપિલ પંડિત અને રાજીન્દર તરીકે થઈ છે. આ બંને પર આરોપીઓને હથિયાર અને અન્ય સુવિધાઓ આપવાનો આરોપ છે.

સિદ્ધુ મુસેવાલા હત્યાઃ અત્યાર સુધીમાં 23 લોકની ધરપકડ, ગોલ્ડી બ્રાર સામે રેડ કોર્નર નોટિસ જાહેર
Siddhu Moosewala
Image Credit source: Instagram

Follow us on

Sidhu Moosewala : સિદ્ધુ મુસેવાલા (Sidhu Moosewala) હત્યાકાંડના મેન શુટર અને તેના 2 સહયોગીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. દિપક મુંડી અને તેના 2 સહયોગી કપિલ પંડિત અને રાજીન્દરને આજ પંજાબ મનસા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસ (Police)ને ત્રણેય લોકોને 6 દિવસના રિમાન્ડ પણ મોકલવામાં આવ્યા છે. પંજાબી ગાયક (Punjabi singer)સિદ્ધુ મુસેવાલાની હત્યા અંદાજે 100 દિવસ બાદ શનિવારના રોજ પંજાબ પોલિસે તેની હત્યામાં સામેલ શૂટર દિપક મુંડીની ધરપકડ કરી હતી.

સહયોગીઓને પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદેથી પકડવામાં આવ્યા

પંજાબ પોલીસના મહાનિર્દેશક (ડીપીજી) ગૌરવ યાદવે કહ્યું કે દીપક અત્યાર સુધી પોલીસની આંખમાં ધૂળ નાખતો હતો. પરંતુ એજન્સીઓ સાથેના સંયુક્ત ઓપરેશનમાં તેને અને તેના બે સહયોગીઓને પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદેથી પકડવામાં આવ્યા હતા. યાદવના જણાવ્યા અનુસાર મુંડીના બંને સહાયકોની ઓળખ કપિલ પંડિત અને રાજીન્દર તરીકે થઈ છે. આ બંને પર આરોપીઓને હથિયાર અને અન્ય સુવિધાઓ આપવાનો આરોપ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

એક ટ્વિટમાં ડીજીપીએ કહ્યું કે, પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ફરાર શૂટર દીપક મુંડીની તેના બે સહયોગીઓ સાથે ધરપકડ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી ભગવંત માનની સૂચના પર ડ્રગ્સ અને કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ ચાલી રહેલા જંગમાં મોટી જીત હાંસલ કરવામાં આવી છે.’

અત્યાર સુધી 23 લોકોની ધરપકડ

ગોલ્ડી બ્રાર આ હત્યાનો અસલી સૂત્રધાર છે. કપિલ નામના વ્યક્તિએ તેને નેપાળમાં આશરો આપ્યો હતો. તેમની યોજના દીપક મુંડીને દુબઈ મોકલવાની હતી. એટલું જ નહીં, સલમાન ખાનની રેકી પણ કપિલ પંડિત નામના વ્યક્તિએ કરી હતી. પોલીસે કહ્યું કે, અમે વિદેશમાં બેઠેલા અન્ય આરોપીઓને પણ પકડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. સાથે જ કુલ 35 આરોપીઓના નામ છે.

Next Article