
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કામાં આજે 7 જિલ્લાની 142 બેઠકો પર રસાકસીભર્યું મતદાન થઈ ગયું છે, જેમાં કોલકાતા અને દક્ષિણ બંગાળ જેવા મમતા બેનર્જીના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ હાઈ-વોલ્ટેજ જંગમાં કુલ 1448 ઉમેદવારોના ભાવિનો ફેંસલો 3.22 કરોડથી વધુ મતદારો કરી રહ્યા છે, જ્યારે સુરક્ષા માટે પેરા મિલિટરી ફોર્સની 2,343 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ, આ વખતે બંગાળમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.
PMARQ ના અનુમાન અનુસાર ભાજપ 150 થી 175 બેઠકો સાથે સત્તાના શિખરે પહોંચી શકે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 118 થી 138 બેઠકો પર સમેટાઈ શકે છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચેની આરપારની લડાઈ પર સૌની નજર છે, કારણ કે વર્ષ 2021માં આ જ વિસ્તારોમાં TMCએ 123 બેઠકો જીતીને એકતરફી વિજય મેળવ્યો હતો.
પીપલ્સ પલ્સ (Peoples Pulse) એક્ઝિટ પોલના આંકડા સંકેત આપી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ રહી છે. આ સર્વે મુજબ બેઠકોનું અનુમાન નીચે મુજબ છે:
મેટ્રિઝના એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, પશ્ચિમ બંગાળમાં ભાજપ 146 થી 161 બેઠકો જીતી શકે છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 125 થી 140 બેઠકો જીતી શકે છે. અન્ય પક્ષોના ફાળે 6 થી 10 બેઠકો જઈ શકે છે.
4 મે ના રોજ જાહેર થનારા પરિણામો જ સ્પષ્ટ કરશે કે, બંગાળમાં મમતા બેનર્જીની સત્તા ટકશે કે પછી ભાજપ ‘પરિવર્તન’ લાવવામાં સફળ રહેશે?
Published On - 7:09 pm, Wed, 29 April 26