West Bengal Election 2021 : કોંગ્રેસે જાહેર કરી 30 સ્ટાર પ્રચારકોની યાદી, ગુલાબનબી આઝાદ સહિતના અસંતુષ્ટ નેતાઓ બાકાત

|

Mar 12, 2021 | 5:25 PM

કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.જેમાં  કોંગ્રેસના જી-23 નેતાઓ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મનીષ તિવારી, કપિલ સિબ્બલ જેવા અસંતુષ્ટ નેતા  બંગાળની ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી

West Bengal Election 2021 : કોંગ્રેસે જાહેર કરી 30 સ્ટાર પ્રચારકોની યાદી, ગુલાબનબી આઝાદ સહિતના અસંતુષ્ટ નેતાઓ બાકાત

Follow us on

West Bengal Election 2021 :  કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ ઉપરાંત પક્ષના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સચિન પાયલોટ, નવજોતસિંહ સિદ્ધુ, અભિજિત મુખર્જી અને મોહમ્મદ અઝહરુદ્દીન, અશોક ગેહલોત, કેપ્ટન અમરિન્દર સિંઘ, ભૂપેશ બધેલ જેવા મોટા નામ સામેલ છે.જો કે આ વખતે કોંગ્રેસના કોઈ પણ મોટા રાષ્ટ્રીય નેતા હજુ સુધી બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે ગયા નથી.

જેમાં  કોંગ્રેસના જી-23 નેતાઓ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મનીષ તિવારી, કપિલ સિબ્બલ જેવા અસંતુષ્ટ નેતા  બંગાળની ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી. જ્યારે જી 23 માંથી માત્ર અખિલેશ સિંહને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

West Bengal માટે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન અપાયેલા 30 નેતાઓ આ છે:

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સોનિયા ગાંધી,મનમોહન સિંહ, રાહુલ ગાંધી , પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત, કેપ્ટન અમરિંદર સિંઘ, ભુપેશ બધેલ, કમલનાથ, અધિર રંજન ચૌધરી, બી.કે. હરિપ્રસાદ , સલમાન ખુર્શીદ, સચિન પાયલોટ ,રણદિપસિંહ સુરજેવાલા, જિતિન પ્રસાદ, આરપીએનસિંઘ, નવજોતસિંહ સિદ્ધુ, અબ્દુલ મનન, પ્રદીપ ભટ્ટાચાર્ય, દીપા દાસમુનસી,એ.એચ. ખાન ચૌધરી, અભિજિત મુખરજી, દિપેન્દર હૂડા, અખિલેશ પ્રસાદસિંહ, રામેશ્વર ઓરમ, આલમગીર આલમ , અઝહરુદ્દીન, જયવીર શેરગિલ, પવન ખેડા અને બી.પી.સિંહ

Next Article