West Bengal Election: દીદી પર અમિત શાહનો કટાક્ષ, કહ્યું હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું, પણ હું તેને કાવતરું નહીં ગણાવું

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. એવામાં અમિત શાહે (Amit Shah) એક રેલીમાં મમતા બેનર્જી અને એમની ઈજા પર ઉભા થયેલા સવાલો પર કટાક્ષ કર્યો છે.

West Bengal Election: દીદી પર અમિત શાહનો કટાક્ષ, કહ્યું હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું, પણ હું તેને કાવતરું નહીં ગણાવું
Amit Shah's sarcasm on Mamata
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 15, 2021 | 5:02 PM

પશ્ચિમ બંગાળના બાંકુરામાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મમતા બેનર્જી પર પ્રહાર કર્યા અને કહ્યું કે આજે મારું હેલિકોપ્ટર ખરાબ થઇ ગયું, પરંતુ હું એમ નહીં કહું કે તેમાં કોઈ કાવતરું છે. અમિત શાહે કહ્યું, ‘આજે હું થોડો મોડો હતો કારણ કે મારું હેલિકોપ્ટર ખરાબ થઇ ગયું હતું. પરંતુ હું એમ નહીં કહીશ કે તેમાં કોઈનું કાવતરું કરવામાં આવ્યું.’ અમિત શાહે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ચૂંટણી પંચ કહેતું હતું કે તે અકસ્માતથી ઘાયલ છે, જ્યારે મમતા બેનર્જીએ કહ્યું કે તેની પાછળ એક કાવતરું છે.

અમિત શાહનો કટાક્ષ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અમિત શાહે કહ્યું, ‘મમતા બેનર્જીને પગમાં ઈજા થઈ છે, પરંતુ તે કેવી રીતે થઇ જાણી શકાયું નથી. ટીએમસી કહે છે કે તેની પાછળ કાવતરું ગઢવામાં આવી રહ્યું છે, અને ચૂંટણી પંચનું કહેવું છે કે આ એક અકસ્માત હતો. દીદી તમે સમગ્ર પશ્ચિમ બંગાળમાં વ્હીલચેર પર મુસાફરી કરી રહ્યા છો. તમારા પગની ચિંતા કરો છો, પરંતુ અમારા 130 કાર્યકરોની માતાને માટે તમને દુખ નથી. જેમના બાળકોની હત્યા કરી દેવામાં આવી.’ બાંકુરા પહેલા અમિત શાહ ઝારગ્રામમાં રેલીને સંબોધન કરવાના હતા, પરંતુ છેલ્લી ક્ષણે હેલિકોપ્ટર ખરાબ થવાના કારણે રેલીને વર્ચ્યુઅલ રીતે સંબોધી.

મમતા બેનર્જીએ કહ્યું, મારી ઇજા કરતાં ફરજ વધુ જરૂરી

તેમેજ સીએમ મમતા બેનર્જી પણ આ દરમિયાન પુરૂલિયા જિલ્લાના બાગમુંડી વિસ્તારમાં સભાને સંબોધન કરવા માટે વ્હીલચેર પર પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ આ સમયગાળા દરમિયાન પોતાને ઘાયલ થવા વિશે વાત કરતા કહ્યું કે મને ઈજા થઈ, પણ સદભાગ્યે હું બચી ગઈ. મમતા બેનર્જીએ કહ્યું કે મને વાગ્યું થયું હતું, તેમ નીકળીને આગળ વધવું પડ્યું. કેમ કે રાજ્યની પ્રજાની પીડા મારી પીડાથી વધુ છે. હું તેમને છોડી ના શકુ. આદિજાતિ પ્રભુત્વ ધરાવતા પુરુલિયાના લોકોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે એક સમયે અહિયાં ઘણો આતંક હતો, જેના પર લગામ લગાવવામાં આવી. એટલું જ નહીં તેમણે કહ્યું કે અમારી સરકારે આદિવાસીઓના હિતમાં કાયદા બનાવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">