Uttarakhand Election: ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું- કોંગ્રેસને ‘ફેલ સરકાર’ અને ભાજપને ‘ડબલ એન્જિન’ સરકાર કહેવામાં આવે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચૂંટણી પ્રચાર માટે રૂદ્રપ્રયાગ પહોંચ્યા હતા. શાહે રુદ્રપ્રયાગ મુખ્ય બજારમાં જનસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને ભાજપના ઉમેદવાર માટે મત માંગ્યા.

Uttarakhand Election: ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું- કોંગ્રેસને 'ફેલ સરકાર' અને ભાજપને 'ડબલ એન્જિન' સરકાર કહેવામાં આવે છે
રુદ્રપ્રયાગ મુખ્ય બજારમાં જનસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર કરતાં અમિત શાહ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 8:09 PM

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 (Uttarakhand Assembly Election 2022) માટે ભાજપે (BJP) સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ચૂંટણી પ્રચાર માટે બાબા રુદ્રનાથના શહેર રુદ્રપ્રયાગ (Rudra Prayag) પહોંચ્યા છે. આ દરમિયાન શાહે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. ગુલાબબાઈ મેદાન ખાતે હેલિપેડ પર ઉતર્યા બાદ ગૃહમંત્રી સૌપ્રથમ રૂદ્રનાથ મંદિર (Rudranath Temple) પહોંચ્યા હતા અને અહીં પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ સાથે જ શાહે કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા હરીશ રાવત (Harish Rawat) પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું.

શાહે રુદ્રપ્રયાગ મુખ્ય બજારમાં જનસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર કરીને ભાજપના ઉમેદવાર ભરત ચૌધરી (Bharat Chaudhry) માટે મત માંગ્યા હતા. શાહે રુદ્રપ્રયાગમાં મહિલાઓ, અનુસૂચિત જાતિના લોકો અને 6 વિધાનસભા કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા હતા.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાનું સમર્થન કર્યું નથી. રાજ્યના નિર્માણનું કાર્ય અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું. હવે રાજ્યને સંભાળવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ સરકારોને ‘ફેલ સરકાર’ ઉપનામ આપવામાં આવે છે, જ્યારે ભાજપ સરકારોને ‘ડબલ એન્જિન’ સરકારનું ઉપનામ આપવામાં આવે છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

સેના અને જવાનો ભાજપ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

કાર્યક્રમ બાદ ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી હતી. પૂર્વ સૈનિકો સાથે સંબોધનની શરૂઆત કરતા શાહે કહ્યું કે ભાજપ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા સેના (Indian Army) અને સેનાના જવાનો છે. પીએમ મોદી (PM Narendra Modi) એ આ વાતને ભાષણોમાં નહીં, પરંતુ સરકારની યોજનાઓમાં મૂર્તિમંત કરી છે. તેઓ આજે ભાજપ વતી પૂર્વ સૈનિકો અને ઉત્તરાખંડના રહેવાસીઓનો આભાર માનવા માટે અહીં આવ્યા છે કે તમે જે તત્પરતા અને બહાદુરીથી દેશની રક્ષા કરી છે તેના કારણે આજે આપણા દેશની સરહદો સુરક્ષિત છે.

‘રાવતે આખરે અહીં-તહીં ચક્કર લગાવીને પોતાની સીટ મેળવી લીધી છે’

અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત (Harish Rawat) પર પણ નિશાન સાધતા કહ્યું કે, આજે તેઓ દરરોજ મોટા ભાષણ આપે છે. હું તેમને કહેવા માંગુ છું કે જ્યારે આ વીર ભૂમિના યુવાનો તેમના અધિકારો, ન્યાય માટે લડી રહ્યા હતા ત્યારે ગોળીઓ કોણે ચલાવી હતી.” શાહે સીટ બદલવા માટે હરીશ રાવત પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું, “હરીશ રાવતે આખરે અહીં અને ત્યાં જઈને પોતાની સીટ સુરક્ષિત કરી લીધી છે. સીટ માટે તેને ઘણું ફરવું પડતું હતું. હું તેમને એટલું જ કહીશ કે તમે ઉત્તરાખંડ માટે ઘણું કર્યું છે. હવે અમારા યુવા મુખ્યમંત્રીનો વારો છે.”

આ પણ વાંચો: Uttarakhand Election: ટિકિટની વહેંચણી સાથે નેતાઓએ બતાવ્યું બળવાખોર વલણ, ભાજપના બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો: Uttarakhand Election 2022: કોંગ્રેસની મોટી કાર્યવાહી, કિશોર ઉપાધ્યાયને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કઢાયા, ભાજપમાં જોડાઈ શકે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">