શું મતદાન-ચૂંટણી રેલીઓ ઓનલાઈન થઈ શકે ? ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને પાઠવી નોટીસ

|

Jan 05, 2022 | 9:31 PM

ઉત્તરાખંડ હાઈકોર્ટ, વર્ચ્યુઅલ ચૂંટણી રેલીઓ યોજી શકાય કે નહી અને ઓનલાઈન વોટિંગ થઈ શકે કે નહી ? આ મુદ્દે 12 જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા સરકારને કહ્યું છે.

શું મતદાન-ચૂંટણી રેલીઓ ઓનલાઈન થઈ શકે ? ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને પાઠવી નોટીસ
Uttarakhand High Court (file photo)

Follow us on

ઉત્તરાખંડમાં (Uttarakhand) કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને વિધાનસભા ચૂંટણી (Assembly elections) અને રેલીઓને (Political rally) મુલતવી રાખવા અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની બુધવારે ઉત્તરાખંડ હાઈકોર્ટ (Uttarakhand High Court) નૈનીતાલમાં સુનાવણી હાથ ધરાઈ હતી.. કોર્ટે ચૂંટણી પંચ (Election Commission) અને ભારત સરકારને (Government of India) પૂછ્યું છે કે શું ચૂંટણી રેલીઓને વર્ચ્યુઅલ (Virtual election rally) અને ઓનલાઈન વોટિંગ (Online voting) કરી શકાય છે ?

ઉત્તરાખંડ હાઈકોર્ટ સરકારને આ મામલે 12 જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કહ્યું છે. આ મામલે સુનાવણી પણ તે જ દિવસે થશે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ તરફથી કોર્ટને કહેવામાં આવ્યું કે ચૂંટણી નજીક છે. ગયા અઠવાડિયે જ ચૂંટણી પંચે મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે ચૂંટણીના સંચાલનને લઈને બેઠક યોજી હતી.

અરજદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્ય સરકાર દરરોજ પોર્ટલ પર કોવિડના કેસ અપલોડ કરતી નથી. તેમજ કોવિડની એસઓપીનું પણ પાલન કરવામાં આવી રહ્યું નથી. અરજીકર્તાએ એમ પણ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ કોવિડ પોઝિટિવ હોવા છતાં પણ તેમણે અહીં રેલીઓ કરી છે. તેથી આવી રેલીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજ્ય સરકાર વતી ચીફ સ્ટેન્ડિંગ એડવોકેટ ચંદ્રશેખર રાવતે કહ્યું કે સરકાર કોવિડ સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દરરોજ સામે આવતા કોવિડના કેસ પોર્ટલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ સંજય મિશ્રા અને જસ્ટિસ આલોક કુમાર વર્માની ડિવિઝન બેંચમાં આ મામલાની સુનાવણી થઈ હતી.

રેલી બાદ અરવિંદ કેજરીવાલ કોવિડ પોઝિટિવ આવ્યા
દેહરાદૂનમાં આમ આદમી પાર્ટીની રેલી બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદ રેલીમાં તેમના સંપર્કમાં આવેલા ઘણા કાર્યકરોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જ્યારે કેટલાકે પોતાને ઘરે આઈસોલેટ કરી દીધા છે. આ ઉપરાંત દેહરાદૂન, નૈનીતાલ સહિત દરેક જિલ્લામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, શાળાના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ પણ કોવિડ પોઝિટિવ બની રહ્યા છે.

રીટ કરી મંગાઈ છે દાદ
એડવોકેટ શિવ ભટ્ટે સચ્ચિદાનંદ ડબરાલ અને અન્યોની પીઆઈએલ પર હાઈકોર્ટમાં અરજી સબમિટ કરી હતી, જેમાં કોર્ટના આદેશની વિરુદ્ધ રાજકીય પક્ષો દ્વારા રેલીઓ યોજવામાં આવી હોવાના ચિત્ર સાથે પહેલેથી જ પેન્ડિંગ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય પક્ષોની રેલીઓમાં કોરોના સંક્રમણ ફેલાવાની પૂરી સંભાવના છે.

નવો વેરિયન્ટ ઓમિક્રોન ત્રણસો ટકા ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી, લોકોના જીવ બચાવવા માટે ચૂંટણી રેલીઓ અને મોટા મેળાવડા મોકૂફ રાખવા જોઈએ. અરજદારે હાઈકોર્ટમાં રીટ કરીને અપીલ કરી છે કે, ઉત્તરાખંડ વિઘાનસભાની ચૂંટણી રેલીઓ વર્ચ્યુઅલ રીતે યોજવી જોઈએ. આ અંગે ચૂંટણી પંચ અને ભારત સરકારને વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવાની સૂચના આપવામાં આવે.

આ પણ વાંચોઃ

UP Election 2022: ઓમિક્રોનના ભય વચ્ચે ભાજપ મન કી બાત લોકો સુધી હાઇટેક રીતે પહોંચાડશે, ચૂંટણીમાં વર્ચ્યુઅલ રેલીના સંકેતો

આ પણ વાંચોઃ

ટ્વિટર અને ટેકનોલોજીના સહારે આગળ વધી ગઈ રાજનીતિ, સીએમ યોગી, માયાવતી, અખિલેશથી લઈ પ્રિયંકા, જાણો સૌથી સક્રિય નેતા કોણ

 

Next Article