UP Election 2022: દશ દિવસમાં સાતમી વાર ઉત્તરપ્રદેશની મુલાકાતે ગૃહપ્રધાન અમિત શાહ, રામલલાનાં કરશે દર્શન, જાણો શું રહેશે શિડ્યુલ

|

Dec 22, 2021 | 8:29 AM

2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, અમિત શાહે પાર્ટી અધ્યક્ષ પદ પર રહીને ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખી હતી. પરિણામોએ ઉત્તર પ્રદેશમાં 35 વર્ષના ચૂંટણી ઈતિહાસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પાર્ટીએ 2017ની વિધાનસભામાં 325 બેઠકો જીતી હતી.

UP Election 2022: દશ દિવસમાં સાતમી વાર ઉત્તરપ્રદેશની મુલાકાતે ગૃહપ્રધાન અમિત શાહ, રામલલાનાં કરશે દર્શન, જાણો શું રહેશે શિડ્યુલ
Home Minister Amit Shah (File Photo)

Follow us on

UP Election 2022: યુપી ચૂંટણીના મહત્વને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)પણ આગામી દિવસોમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન અહીં રાખવાના છે. શાહ આગામી 10 દિવસમાં 7 વખત ઉત્તર પ્રદેશ (Uttar Pradesh Assembly Election 2022)ની મુલાકાત લેશે. તેમનો યુપી પ્રવાસ 24મીએ પ્રયાગરાજથી શરૂ થશે અને 4 જાન્યુઆરી સુધી ચાલશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેઓ અયોધ્યા જશે અને રામ લલ્લાના દર્શન(Ayodhya Ram Mandir)કરશે, તેમજ શહેરમાં ચૂંટણી રેલીઓ અને રોડ શોમાં ભાગ લેશે. 

આ પ્રવાસમાં અમિત શાહ 21 સભાઓ અને ત્રણ રોડ શો કરશે. અમિત શાહનો રોડ શો બરેલી, અયોધ્યા અને ગોરખપુરમાં યોજાશે. તેઓ ઉત્તર પ્રદેશના તેમના પ્રવાસમાં 140 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે. શેડ્યૂલ મુજબ અમિત શાહની એક બેઠકમાં સાત વિધાનસભા ક્ષેત્રોને સામેલ કરવામાં આવશે. તેમાં ત્રણ OBC વિધાનસભા મતવિસ્તાર, બે શહેરી વિસ્તારો, એક અનુસૂચિત જાતિ, આદિવાસી વિધાનસભા મતવિસ્તાર અને એક મુસ્લિમ બહુમતી ધરાવતો વિધાનસભા મતવિસ્તાર હશે. અમિત શાહના આ તોફાની પ્રવાસમાં છેલ્લા 3 દિવસમાં ત્રણ રોડ શો યોજાશે, જે અયોધ્યા, ગોરખપુર અને બરેલીમાં થવાના છે. જનવિશ્વાસ યાત્રામાં જોડાઈને અમિત શાહ આ રોડ શો કરશે. 

2017માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગૃહમંત્રી અમિત શાહ સંસદનું સત્ર પૂરું થતાંની સાથે જ યુપીની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે અમિત શાહે લોકસભા ચૂંટણીમાં મોટો ફેરફાર કર્યો હતો. તે સમયે પાર્ટીએ 73 લોકસભા સીટો જીતી હતી. આ પછી 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ પદ પર રહીને પણ તેમણે ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખી હતી. પરિણામોએ ઉત્તર પ્રદેશમાં 35 વર્ષના ચૂંટણી ઈતિહાસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પાર્ટીએ 2017ની વિધાનસભામાં 325 બેઠકો જીતી હતી, 2019માં અમિત શાહે ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. 

ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ કહ્યું- ભાજપને કોઈ હરાવી શકે નહીં

ભાજપની જનવિશ્વાસ યાત્રા મંગળવારે યુપીના હાથરસ પહોંચી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડૉ દિનેશ શર્માએ આ યાત્રાની જાહેર સભાને સંબોધી હતી. તેમણે સીએમ યોગી આદિત્યનાથને રાજ્ય માટે ઉપયોગી ગણાવ્યા. જાહેર સભામાં તેમના ભાષણ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ કહ્યું, “યોગીજી અરાજકતા ફેલાવવા માંગતા તત્વોને શોધી રહ્યા છે કે જેઓ સાંપ્રદાયિકતા ફેલાવવા માંગે છે, રમખાણો કરાવવા માંગે છે, જાતિ દ્વેષ ફેલાવવા માંગે છે અને વિકાસના વિરોધી છે.

આવા લોકો મહિલાઓનું અપમાન કરવામાં લાગ્યા છે. આવા લોકો જ યોગીને નકામા ગણી રહ્યા છે. દિનેશ શર્માના મતે ભાજપ આ વખતે પોતાનો જ પાછલો રેકોર્ડ તોડશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આ ચૂંટણીમાં કાર્યકર્તાઓ અને મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું કામ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રામ મંદિર તેમની આસ્થાનો મુદ્દો છે. 

‘ભાજપ વિકાસની રાજનીતિ કરે છે’

ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ વધુમાં કહ્યું, “અમારી સરકારે ઉદ્યોગો સ્થાપ્યા છે, જેમાં બે કરોડ લોકોને રોજગાર મળ્યો છે. સરકારે સાડા ચાર લાખ લોકોને સરકારી નોકરી આપી છે. ઘણા લોકોને કોન્ટ્રાક્ટ પર નોકરી પણ આપવામાં આવી છે. શર્માએ દાવો કર્યો હતો કે અમારી પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે, જ્યારે વિરોધીઓ સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી રહ્યા છે. બેઠકના મંચ પર રાજ્યના ઉર્જા પ્રધાન શ્રીકાંત શર્માની હાજરીમાં, નાયબ મુખ્યમંત્રીએ વીજળીના કાર્યોની પ્રશંસા કરી અને કહ્યું, “તેમની સરકારે ગામડાઓ અને તાલુકાઓને 18 થી 22 કલાક વીજળી આપી છે અને શહેરોને 24 કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. છે.” 

નાયબ મુખ્યમંત્રી ડૉ દિનેશ શર્માએ કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું, “કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની 70 વર્ષ જૂની સમસ્યાને 70 મિનિટમાં ઉકેલી દીધી. દિનેશ શર્માએ ટ્રિપલ તલાક, રામ મંદિર નિર્માણનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હવે યુપી અને દેશ બદલાઈ રહ્યો છે. જાહેર સભા બાદ નાયબ મુખ્યમંત્રી ડૉ દિનેશ શર્માએ મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે જનવિશ્વાસ યાત્રામાં જે પ્રકારનું જનસમર્થન મળી રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે રાજ્યની ચૂંટણી એકતરફી થઈ રહી છે.

Published On - 8:24 am, Wed, 22 December 21

Next Article