UP Assembly Election: સમાજવાદી પાર્ટીએ 30 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર , જાણો ભાજપ-આપએ કોને સ્થાન આપ્યું?
અખિલેશ યાદવે રાજ્યના 22 લાખ યુવાનોને IT સેક્ટરમાં રોજગાર આપવાની જાહેરાત કરી હતી. આ અવસર પર બરેલીના પૂર્વ સાંસદ પ્રવીણ સિંહ એરોન અને તેમની પત્ની અને કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરોન આ ચૂંટણીમાં સપામાં જોડાયા હતા.
સમાજવાદી પાર્ટીએ(Samajwadi Party) ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (uttar pradesh Assembly Election) માટે પોતાના 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં ભાજપમાંથી આવેલા મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, ઉપાધ્યક્ષ કિરણમય નંદ, રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવ, મહાસચિવ રામલાલ જી સુમન, સાંસદ જયા બચ્ચન પણ સામેલ છે. આ સાથે અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ, પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ, રામગોવિંદ ચૌધરી, રમેશ પ્રજાપતિને પણ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ સાથે જ ભાજપે 30 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. આ વખતે ભાજપની યાદીમાંથી અજય મિશ્રા ટેની અને વરુણ ગાંધીના નામ હટાવી દેવામાં આવ્યા છે. ભાજપે બુધવારે યાદી જાહેર કરી હતી. જેમાં પીએમ મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સ્વતંત્રદેવ સિંહ, રાધા મોહન સિંહ, મુખ્તાર અબ્બાસ નકવી, સ્મૃતિ ઈરાની, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, સંજીવ બાલ્યાન, પી.એમ. જસવંત સૈની, હેમા માલિની, અશોક કટારિયા અને અન્યના નામ છે.
આ સ્ટાર્સ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે
આ સાથે જ આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે 15 સ્ટાર પ્રચારકોની યાદી પણ બહાર પાડી છે. આમાં પંજાબના સીએમ ઉમેદવાર ભગવંત માન, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મનીષ સોસીદિયા, સંજય સિંહ, ઈમરાન હુસૈન, ગોપાલ રાય, વિનય પટેલ, સબજીત સિંહ, સોમેન્દ્ર ઢાકા, વંશરાજ દુબે અને અન્યના નામ છે
અખિલેશ યાદવે 22 લાખ નોકરીઓનું વચન આપ્યું હતું
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે વચન આપ્યું હતું કે જો પાર્ટી ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવશે તો રાજ્યના 22 લાખ યુવાનોને આઈટી ક્ષેત્રમાં રોજગાર આપવામાં આવશે. સપાના મહાસચિવ પ્રોફેસર રામ ગોપાલ યાદવે શનિવારે અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
અખિલેશ યાદવે રાજ્યના 22 લાખ યુવાનોને IT સેક્ટરમાં રોજગાર આપવાની જાહેરાત કરી હતી. આ અવસર પર બરેલીના પૂર્વ સાંસદ પ્રવીણ સિંહ એરોન અને તેમની પત્ની અને કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરોન આ ચૂંટણીમાં સપામાં જોડાયા હતા. અખિલેશે બરેલીના પૂર્વ મેયર સુપ્રિયાને બરેલી કેન્ટથી સપાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત સંદિલાના પૂર્વ ધારાસભ્ય મહાવીર સિંહની પત્ની રીટા સિંહ પણ પાર્ટીમાં જોડાઈ હતી.
આ પણ વાંચો : અમેરિકાના આઈડિયા ચોરીને ચીને તૈયાર કર્યું દુનિયાનું પહેલું ‘બોડી શિલ્ડ’ ટેન્કને તબાહ કરતી ગોળીઓને સામનો કરવા સક્ષમ
આ પણ વાંચો : Ahmedabad: ખારીકટ કેનાલમાં ગંદકી યથાવત, આસપાસના રહીશોને કોરોનાકાળમાં અન્ય રોગચાળો ફેલાવાનો ડર