UP Assembly Election: કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો, કરહલથી લડી રહ્યા છે ચૂંટણી

|

Feb 16, 2022 | 9:29 AM

યુપીમાં કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો થયો હતો. કરહલ વિધાનસભા સીટ પરથી એસપી બઘેલ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે ચૂંટણી લડી રહ્યા છે.

UP Assembly Election: કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો, કરહલથી લડી રહ્યા છે ચૂંટણી
SP Singh Baghel (File Photo)

Follow us on

UP Assembly Election:  ઉત્તર પ્રદેશની કરહલ વિધાનસભા સીટના (Karhal Assembly seat) ભાજપના ઉમેદવાર કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના (S. P. Singh Baghel) કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. કાફલા પર હુમલાની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા જ હુમલાખોર ભાગી ગયા હતા.

મૈનપુરી પોલીસે (Mainpuri Police)આ અંગે ટ્વીટ કર્યું કે ‘કેન્દ્રીય મંત્રી એસપી બઘેલના કાફલા પર અટ્ટીકુલ્લાપુર ગામ પાસે પથ્થરો અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને મંત્રી હાલ ઠીક છે. તમને જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવાર એસપી સિંહ બઘેલ મંગળવારે સાંજે આ વિસ્તારમાં જનસંપર્ક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવારો પાર્ટીના નેતાઓ સાથે કરહલ પોલીસ સ્ટેશન વિસ્તારના અટીકુલ્લાપુર ગામમાં જઈ રહ્યા હતા. ગામની બહાર પહેલાથી જ હાજર કેટલાક લોકોએ તેના કાફલા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે કાફલાની એક કારને નુકસાન થયુ હતુ. જો કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં પથ્થરબાજો ત્યાંથી ભાગી ગયા હતા. ASP મધુવન કુમાર સિંહે કહ્યુ કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

SP સિંહ બઘેલ સાથે અગાઉ પણ દુર્વ્યવહાર થયો

કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલ સાથે અભદ્ર અને અપશબ્દો બોલવાની ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા સપા સમર્થકોએ નાગલા કુરિયન ગામ પાસે તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સમાજવાદી પાર્ટીનો ઝંડો લહેરાવતી વખતે યુવાનોએ પાર્ટી અને અખિલેશ યાદવના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આ ઘટના પહેલા પણ મીઠાપુર નજીક કુમહેરી ગામમાં જાહેર સભા દરમિયાન સપા સમર્થકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

આ પણ વાંચો : Bihar: નીતિશ સરકાર વિરૂદ્ધ પટનાના રસ્તાઓ પર LJP-Rનો હોબાળો, પોલીસે કર્યો લાઠી ચાર્જ, ચિરાગ પાસવાનની કરી અટકાયત

Next Article