UP Election-2022: નરેન્દ્ર મોદી બાદ હવે અમિત શાહ બુંદેલખંડની મુલાકાતે, આજે જાલૌનમાં કરશે મોટી રેલી

|

Dec 29, 2021 | 5:09 PM

ગૃહ મંત્રી અમિત શાહ ઓરાઈની ધરતી પરથી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના યુપી મિશનને આગળ વધારશે. અત્યાર સુધી પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓ બુંદેલખંડ આવી ચુક્યા છે.

UP Election-2022: નરેન્દ્ર મોદી બાદ હવે અમિત શાહ બુંદેલખંડની મુલાકાતે, આજે જાલૌનમાં કરશે મોટી રેલી
Amit Shah - File Photo

Follow us on

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election) પહેલા જ ભાજપે (BJP) રાજ્યમાં પોતાના મોટા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના રણનીતિકાર અમિત શાહ (Amit Shah) આજે જાલૌનના ઓરાઈમાં એક મોટી રેલીને સંબોધિત કરશે. રવિવારે પહેલીવાર જિલ્લામાં આવી રહેલા ગૃહ મંત્રી અમિત શાહ ઓરાઈની ધરતી પરથી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના યુપી મિશનને આગળ વધારશે. અત્યાર સુધી પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓ બુંદેલખંડ આવી ચુક્યા છે. આ સાથે જ આજે અમિત શાહ આજે ઓરાઈ પહોંચશે.

ભાજપ માટે બુંદેલખંડ ખૂબ મહત્વનું માનવામાં આવે છે અને આજની રેલીમાં અમિત શાહ મોદી-યોગી સરકારની ઉપલબ્ધિઓ ગણાવવાની સાથે વિરોધીઓ પર નિશાન સાધશે. ભાજપનો દાવો છે કે ઓરાઈમાં આજે યોજાનારી રેલીમાં એક લાખ લોકો પહોંચશે. આ સાથે અમિત શાહની રેલીને પણ સોશિયલ મીડિયામાં લાઈવ કરવામાં આવશે. હાલ જાલૌનની ત્રણેય વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે.

જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું
હાલ ગૃહ મંત્રી શાહના સ્વાગત માટે ઓરાઈમાં તૈયારીઓ કરવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં સમગ્ર વહીવટી સ્ટાફ સામેલ છે અને વહીવટી અધિકારીઓ શનિવારે આખો દિવસ તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત હતા. આ સાથે મુખ્ય બજારના ખાડાવાળા રસ્તાઓનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું અને ભાજપના સ્થાનિક નેતાઓએ પણ અમિત શાહના આગમનને લઈને હોર્ડિંગ્સ, બેનરોથી શહેર ભરાઈ ગયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રેલી સ્થળની આસપાસના છાપરા પર ફોર્સ તૈનાત કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જીઆઈસી ગ્રાઉન્ડની આસપાસની છત પર લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે અને તમામ ધાબા અને ઈમારતો પર પોલીસ કર્મચારીઓ હથિયારો સાથે સજ્જ રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આગમનનો પ્રોટોકોલ રવિવારે જિલ્લામાં આવી ગયો છે અને તે મુજબ તેઓ બપોરના 2 વાગ્યે ગાંધી ઈન્ટર કોલેજમાં બનેલા હેલીપેડ પર ઉતરશે અને સરકારી ઈન્ટર કોલેજમાં ઉભા કરાયેલા જાહેર સભાના મંચ પર પહોંચશે. બપોરે 2.10 વાગ્યે અહીં તેઓ જનસભાને સંબોધશે અને પક્ષની નીતિઓ જનતાને જણાવશે.

 

આ પણ વાંચો : UP IT Raid: ત્રણ દિવસ બાદ ડીજીઆઈની ટીમે પીયૂષ જૈનને કસ્ટડીમાં લીધો, કહ્યું ક્યાંથી આવ્યા કરોડો રૂપિયા

આ પણ વાંચો : Punjab Assembly Election: 15 જાન્યુઆરીએ ફરી ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે થશે વાતચીત, તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત

Published On - 9:48 am, Sun, 26 December 21

Next Article