Punjab Election Results 2022: સરદાર ભગત સિંહના ગામમાં ભગવંત માન લેશે શપથ, AAP નેતાએ કહ્યું- સરકારી ઓફિસમાં CMની તસવીર નહીં લગાવવામાં આવશે

|

Mar 10, 2022 | 2:45 PM

પંજાબમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહી છે અને પાર્ટી દ્વારા મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવેલા ભગવંત માનને ઐતિહાસિક જીત બાદ કહ્યું કે દુનિયાના ખૂણે ખૂણે વસેલા પંજાબીઓનો આભાર. જે લોકો આવી નથી શક્યા તે પણ આ જંગના ભાગ બન્યા.

Punjab Election Results 2022: સરદાર ભગત સિંહના ગામમાં ભગવંત માન લેશે શપથ, AAP નેતાએ કહ્યું- સરકારી ઓફિસમાં CMની તસવીર નહીં લગાવવામાં આવશે
Bhagwant Mann (File Image)

Follow us on

પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે અને પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ભગવંત માન (Bhagwant mann)એ ઐતિહાસિક જીત બાદ કહ્યું કે દુનિયાના ખૂણે ખૂણે વસેલા પંજાબીઓનો આભાર, જે લોકો આવી નથી શક્યા તે પણ આ જંગના ભાગ બન્યા. વિપક્ષી દળોએ અંગત પ્રહારો અને ટિપ્પણીઓ કરી, આજે હું આ મંચ પરથી કહેવા માગુ છું કે તેમને આ શબ્દાવલી મુબારક. 117 સભ્યોની પંજાબ એસેમ્બલી (Punjab Election Results 2022માં આમ આદમી પાર્ટી 85 થી વધુ સીટો પર આગળ છે.

પંજાબમાં ઐતિહાસિક જીત બાદ ભગવંત માને કહ્યું કે અમે લોકોના સેવક છીએ. અમારે લોકોની સેવા કરવાની છે, પહેલા પંજાબ મોટા સ્થળોએથી ચાલતું હતું, હવે તે ગામડાઓ અને ખેતરોમાં ચાલશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હવે જવાબદારી લેવાનો મારો વારો છેઃ ભગવંત માન

બમ્પર બહુમતી સાથે જીત નોંધાવવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને પરિણામ પર કહ્યું કે, બેરોજગારીની નિરાશામાં યુવાનોના હાથમાં ડ્રગ્સ છે, તમે યુક્રેનમાં જુઓ છો, તમે નાના દેશમાં ભણવા ગયા છો, શું આપણે અહીં ન ભણી શકીએ? તમે લોકોએ ઝાડુ ફેંરવીને તમારું વચન પાળ્યું, હવે જવાબદારી નિભાવવાનો વારો મારો છે.

પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલનો આભાર માનતા ભગવંત માને કહ્યું, ‘શુગર હોવા છતાં અમને આટલો સમય આપવા બદલ અરવિંદ કેજરીવાલ જીનો આભાર. ડોક્ટરોએ પણ તેમને ના પાડી હતી.’ તેમણે કહ્યું, ‘હું બીજા એક સારા સમાચાર આપું છું કે કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીર નહીં હોય. જેમાં ભગતસિંહ અને આંબેડકરનો જ ફોટો હશે. તેમણે કહ્યું કે અમે પહેલા બેરોજગારી દૂર કરીશું. બધાનો આભાર.

ભગતસિંહના ગામમાં સીએમ પદના શપથ લેશે

દરમિયાન એવા સમાચાર છે કે ભગવંત માન શહીદ આઝમ સરદાર ભગત સિંહના જન્મસ્થળ ખટકરકલનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

AAPના કન્વીનર અને ચીફ અરવિંદ કેજરીવાલે પંજાબમાં બમ્પર જીત હાંસલ કરવા બદલ ભગવંત માનને અભિનંદન પાઠવ્યા છે. અરવિંદ કેજરીવાલે ભગવંત માનને ફોન કરીને તેમને અને પાર્ટીની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો-

UP Election Result 2022 : યુપી ચૂંટણીમાં સીએમ યોગીનું ‘બુલડોઝર’ ફર્યુ, પાર્ટી સમર્થકોએ ઉજવણી શરૂ કરી

આ પણ વાંચો-

Akhilesh Yadav Education: એન્જિનિયરિંગ બાદ અખિલેશે રાજકારણમાં કર્યો પ્રવેશ, જાણો કેવી રહી સિડનીથી રાજકારણ સુધીની સફર

Published On - 2:45 pm, Thu, 10 March 22

Next Article