કર્ણાટકમાં જીતનો જશ્ન પડ્યો ભારે ! ફટાકડા ફોડતી વખતે માંડ માંડ બચ્યા કોંગ્રેસના નેતા, જુઓ VIDEO
કર્ણાટકમાં મતગણતરી દરમિયાન દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની સામે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવાની ઘટના ક્ષણભરમાં બની હતી. સારી બાબત એ છે કે કોંગ્રેસી નેતા આબાદ બચી ગયા છે, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
ફટાકડા સળગાવતી વખતે સંતુલન ખોરવાઈ ગયું અને ફટાકડા ભરેલું આખું બોક્સ જમીન પર પડી ગયું. જમીન પર પડ્યા પછી પણ ફટાકડા ફૂટતા રહ્યા. આ કોંગ્રેસના નેતાએ તે ફટાકડા ફુટતા બોક્સને હાથમાં ઉપાડ્યુ અને હાથ હવામાં ઉંચો કરી ફટાકડા હાથમાં ફોડવા લાગ્યા, એવામાં એક ફટાકડો ફુટ્યોને નેતાના હાથમાંથી ફટાકડાનું બોક્સ નીચે પડી ગયું, સ્થિતી એવી બની કે નાશભાગ થઇ ગઈ. તેને ઉપાડવાનું શરૂ કર્યું અને તે ઝૂક્યા કે તરત જ બીજો ફટાકડો ફોડવામાં આવ્યો.
જુઓ વીડિયો
#WATCH | Fireworks at AICC office in Delhi as the party crosses halfway mark in #KarnatakaElectionResults2023 pic.twitter.com/zNsy7OzPEl
— ANI (@ANI) May 13, 2023
ન્યૂઝ એજન્સી ANIએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. 1 મિનિટ 41 સેકન્ડના વિડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક નાનકડી બેદરકારી થોડીક સેકન્ડમાં જ મોટી દુર્ઘટના બનતા રહી ગઇ. નવાઈની વાત એ છે કે આ ઘટના બાદ અન્ય એક કાર્યકર આવ્યો અને તેણે પણ આ જ ભૂલનું પુનરાવર્તન કર્યું. નાસભાગનો વીડિઓ હાલ વાયરલ થઇ રહ્યો છે.
કર્ણાટકમાં કોંગ્રેસની સરકારની રચના લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, પાર્ટીએ રવિવારે સવારે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસ સરકાર બનાવવા પર વિચાર કરી શકે છે. ધારાસભ્યો માટે રિસોર્ટ પણ બુક કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં ‘કર્ણાટક વિજય’ના પોસ્ટર
દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ‘કર્ણાટક વિજય’ લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ 118 સીટો પર લીડ ધરાવે છે જ્યારે ભાજપ 75 સીટો પર લીડ ધરાવે છે.