AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Assembly Election: ‘ધ કેરલા સ્ટોરી’ કોઈ રાજ્યની સ્ટોરી નથી… કર્ણાટક ચૂંટણી પ્રચારમાં બોલ્યા PM મોદી, જુઓ VIDEO

પીએમ મોદીએ પોતાના ભાષણમાં 'ધ કેરલા સ્ટોરી'નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પર પ્રતિબંધ મૂકવામાં આવે.

Karnataka Assembly Election: 'ધ કેરલા સ્ટોરી' કોઈ રાજ્યની સ્ટોરી નથી... કર્ણાટક ચૂંટણી પ્રચારમાં બોલ્યા PM મોદી, જુઓ VIDEO
PM Modi said The Kerala Story is not the story of a state
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 4:16 PM
Share

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બલ્લારીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે પોતાના ભાષણની શરૂઆત જય બજરંગ બલીના નારા સાથે કરી હતી. પીએમ મોદીએ કોંગ્રેસને ઘેરી હતી અને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પૈસાના જોરે ખોટા નિવેદનો બનાવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ‘ધ કેરલા સ્ટોરી’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

પીએમએ ભાષણમાં કર્યો ધ કેરાલા સ્ટોરીનો ઉલ્લેખ

લોકોને સંબોધતા પીએમએ કહ્યું કે કોંગ્રેસ આતંકવાદી વલણો સાથે રાજકીય સોદાબાજી કરી રહી છે. આજકાલ ‘ધ કેરલા સ્ટોરી’ની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં આતંકવાદી ષડયંત્રનો ખુલાસો થયો છે. કોંગ્રેસ હવે આના પર રાજકીય સોદાબાજી કરી રહી છે. તેમણે કહ્યું કે જનતા કોંગ્રેસનો ઈરાદો સમજે છે. પીએમએ કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવે. પણ જનતા બધું સમજી રહી છે. લોકોએ કોંગ્રેસથી સાવચેત રહેવાની જરૂર છે.

‘ધ કેરલા સ્ટોરી’ કોઈ રાજ્યની સ્ટોરી નથી

વડાપ્રધાન મોદીએ ‘ધ કેરલા સ્ટોરી’ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે બોમ્બ-ગન અને પિસ્તોલનો અવાજ સંભળાય છે. પરંતુ સમાજને પોકળ બનાવવાના આતંકવાદી કાવતરાનો કોઈ અવાજ સંભળાતો નથી. આ જ કારણ છે કે કોર્ટે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રકારના આતંકવાદી કાવતરા પર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બનાવવામાં આવી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું આ માત્ર એક રાજ્યની વાર્તા નથી. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેરળમાં આતંકવાદી ષડયંત્રોને કેવી રીતે પોષવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યની ઓળખ તેના મહેનતુ, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી લોકો છે. ત્યારે આ લોકોને ઠગીને કેવી રીતે ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા. આ ફિલ્મમાં આતંકવાદી ષડયંત્રનો ખુલાસો થયો છે.

કોંગ્રેસને ઘેરતા તેમણે કહ્યું કે દેશની કમનસીબી જુઓ કે આજે કોંગ્રેસ આ આતંકવાદી વલણ સાથે ઉભી જોવા મળી રહી છે જે સમાજને બરબાદ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસે આવી આતંકવાદી વૃત્તિઓ ધરાવતા લોકો સાથે પાછલા બારણે રાજકીય સોદા કર્યા છે.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">