જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું – JDSના લોકો ગઠબંધન પર ફેલાવી રહ્યા છે અફવા, કર્ણાટકમાં ભાજપ એકલું લડશે વિધાનસભા ચૂંટણી

|

Dec 31, 2022 | 7:38 PM

અમિત શાહે કહ્યું કે જેડીએસ (JDS) સાથે જોડાયેલા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ભાજપ તેમની સાથે ગઠબંધન કરશે. તેમણે કહ્યું કે હું કર્ણાટકને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી (BJP) એકલા હાથે ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર પણ બનાવશે.

જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું - JDSના લોકો ગઠબંધન પર ફેલાવી રહ્યા છે અફવા, કર્ણાટકમાં ભાજપ એકલું લડશે વિધાનસભા ચૂંટણી
Union Home minister Amit Shah
Image Credit source: Google

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મે 2023માં યોજાનારી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ગ્રાઉન્ડ લેવલ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શનિવારે (31 ડિસેમ્બર, 2022) બેંગલુરુમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે જેડીએસ (JDS) સાથે જોડાયેલા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ભાજપ તેમની સાથે ગઠબંધન કરશે. તેમણે કહ્યું કે હું કર્ણાટકને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી (BJP) એકલા હાથે ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર પણ બનાવશે.

જેડીએસ અને કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે જેડીએસને વોટ આપવો એ કોંગ્રેસને વોટ આપવા સમાન છે. શાહે કહ્યું કે કોંગ્રેસ માટે સત્તા મેળવવી એ ભ્રષ્ટાચાર કરવાની રીત છે, પરંતુ અમારા માટે તે લોકોનું જીવન સુધારવાનું છે. તેમણે કહ્યું કે તાજેતરની 7 રાજ્યોની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ છ રાજ્યોમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને છ રાજ્યોમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે.

દક્ષિણમાં કર્ણાટક ભાજપનો પ્રવેશ દ્વાર છેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યું કે આખા દેશના કાર્યકરોનો સંકલ્પ છે કે દક્ષિણમાં કમળ ખીલે. હું કર્ણાટક અને બેંગ્લોરના કાર્યકરોને કહેવા માંગુ છું કે દક્ષિણમાં ભાજપના પ્રવેશનું દ્વાર કર્ણાટક છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમિત શાહે બુથ સ્તરના કાર્યકરો સાથે બેઠક કરી

દિવસની શરૂઆતમાં, અમિત શાહે રાજ્યના બૂથ સ્તરના કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને પાર્ટીના અન્ય નેતાઓ જેવા કે રાજ્યના મહેસૂલ મંત્રી આર અશોક, ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્ર અને ભાજપના રાષ્ટ્રીય સચિવ સીટી રવિ પણ હાજર હતા. જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતા જૂના મૈસૂર પ્રદેશમાં ભાજપ પ્રવેશ કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.

શુક્રવારે ભૂતપૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (એસ)ના વડા એચડી દેવગૌડા સાથે મંચ શેર કરતાં, અમિત શાહે જૂના મૈસૂર પ્રદેશના ભાગ એવા માંડ્યા જિલ્લાના મદ્દુર તાલુકામાં મેગા ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યા પછી જ પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

Next Article