શિખરની સૌથી ઉંચી ટોચ પરથી ઉંધા માથે પડ્યા હતા એક્ઝિટ પોલ ? વાંચો હિમાચલની કહાની
ગત ચૂંટણીમાં પણ વિવિધ સંસ્થાઓએ તેમના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. તેમાંથી મોટાભાગના એક્ઝિટ પોલ ઊંધા પડ્યા હતા. જાણો, શું હતું 2017નો એક્ઝિટ પોલ.
હિમાચલ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આજે મોડી સાંજથી એટલે કે સોમવારે આવવાનું શરૂ થઈ જશે. જો કે, આ એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામો પહેલા માત્ર એક અનુમાન છે. મતગણતરીના દિવસે તેમાં તફાવત જોવા મળી શકે છે. ગત ચૂંટણીમાં પણ વિવિધ સંસ્થાઓએ તેમના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. તેમાંથી મોટાભાગના એક્ઝિટ પોલ ઊંધા પડ્યા હતા. જાણો, શું હતા 2017નો એક્ઝિટ પોલ.
ગત ચૂંટણીમાં ન્યૂઝ એક્સ અને સમય સીએનએક્સનો સૌથી સચોટ એક્ઝિટ પોલ રહ્યો હતો. ન્યૂઝ એક્સએ ભાજપને 42 થી 50 અને કોંગ્રેસને 18 થી 24 સીટ મળવાનો દાવો કર્યો હતો. સમય સીએનએક્સએ પણ આ જ આંકડા જાહેર કર્યા હતા. જી ન્યૂઝ એક્સિસએ પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 51 અને કોંગ્રેસને 17 સીટ મળવાનો દાવો કર્યો હતો.
ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલથી હતા અલગ
ન્યૂઝ નેશનએ પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 51 સીટ મળવાનો દાવો કર્યો હતો. ત્યારે કોંગ્રેસને 19 થી 23 અને અન્ય દળોને 1-3 સીટ પર જીત મેળવવાની વાત કરી હતી. આજતક એક્સિસએ ભાજપને 55-57 અને કોંગ્રેસને 13-20 સીટ પર જીત થવાની વાત કહી હતી. જોકે ચૂંટણી પરિણામ બિલકુલ અલગ રહ્યા હતા.
ભાજપે 44 અને કોંગ્રેસે 21 બેઠક જીત મેળવી હતી
જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ભાજપે 44 અને કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. જ્યારે CPI(M)એ એક બેઠક જીતી હતી. સાથે જ બે અપક્ષ ઉમેદવારોનો પણ વિજય થયો હતો. રાજ્યમાં ભાજપે પોતાની સરકાર બનાવી છે. ભાજપના ધારાસભ્યોએ જયરામ ઠાકુરને તેમના નેતા તરીકે ચૂંટ્યા. ઠાકુર રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
આપને જણાવી દઈએ કે ચૂંટણીમાં મતદાન કર્યા પછી જે સર્વે થાય છે તેને જ એક્ઝિટ પોલ કહેવામાં આવે છે. 2017ના એક્ઝિટ પોલમાં મોટા ભાગની સંસ્થાએ દાવો કર્યો હતો કે માત્ર ભાજપની જ સરકાર બનશે. આ આંકડો ઘણી હદ સુધી સાચો હતો. પરંતુ, સંસ્થાઓ દ્વારા બેઠકોની જીતના દાવાઓમાં ઘણો ફરક જોવા મળ્યો હતો.