Himachal Election Result: વડાપ્રધાન મોદીએ ફોન કરીને આ ઉમેદવારને ચૂંટણી ન લડવાની આપી હતી સલાહ, છતાં લડી ચૂંટણી, જુઓ તે ઉમેદવારના શું થયા હાલ

ફતેહપુર વિધાનસભા સીટથી મેદાનમાં ઉતરેલા કૃપાલ પરમાર સવારથી જ પાછળ ચાલી રહ્યા છે અને કટ્ટર હાર મળે તો કોઈ નવાઈની વાત નહીં રહે. ફતેહપુર સીટ પર ભાજપના ઉમેદવાર રાકેશ પઠાનિયા અને કોંગ્રેસ ઉમેદવાર ભવાનીસિંહ પઠાનિયાની વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે.

Himachal Election Result: વડાપ્રધાન મોદીએ ફોન કરીને આ ઉમેદવારને ચૂંટણી ન લડવાની આપી હતી સલાહ, છતાં લડી ચૂંટણી, જુઓ તે ઉમેદવારના શું થયા હાલ
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 5:16 PM

આજે વહેલી સવારથી જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. હિમાચલ પ્રદેશમાં 68 સીટમાંથી હાલમાં 39 સીટ પર કોંગ્રેસ પોતાની જગ્યા બનાવી લેશે તે નક્કી લાગી રહ્યું છે. ત્યારે ભાજપ 26 સીટ પર આગળ ચાલી રહ્યું છે અને અન્ય પક્ષોની વાત કરીએ તો 3 સીટ પર અપક્ષનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.

ત્યારે હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર પણ મેદાનથી ના હટનારા ભાજપના બળવાખોર નેતા કૃપાલ પરમાર માટે હાલમાં ડિપોઝિટ બચાવવી પણ મુશ્કેલ બન્યું છે. ફતેહપુર વિધાનસભા સીટથી મેદાનમાં ઉતરેલા કૃપાલ પરમાર સવારથી જ પાછળ ચાલી રહ્યા છે અને કટ્ટર હાર મળે તો કોઈ નવાઈની વાત નહીં રહે. ફતેહપુર સીટ પર ભાજપના ઉમેદવાર રાકેશ પઠાનિયા અને કોંગ્રેસ ઉમેદવાર ભવાનીસિંહ પઠાનિયાની વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ફતેહપુર સીટથી ભાજપના મંત્રી રાકેશ પઠાનિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેનાથી નારાજ થઈને કૃપાલ પરમાર ફતેહપુર સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ તેમને મનાવવાના ખુબ જ પ્રયત્નો કર્યા હતા પણ તે પોતાની વાત પર અડગ રહ્યા હતા.

નેપાળના ક્રિકેટ ખેલાડીઓનો પટાવાળા કરતા ઓછો પગાર
SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ માટે કરેલી બર્થડે પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન
મોઢામાં વારંવાર પડતા છાલા આ બીમારીનો આપે છે સંકેત
બજેટ 2024 માં મોટી જાહેરાત... જાણો શું થયું સસ્તું અને શું મોંઘું?

વડાપ્રધાન મોદીએ કર્યો હતો ફોન

અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા બાદ કૃપાલ પરમારનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન મોદીએ જાતે જ ફોન કરીને તેમને ચૂંટણી ના લડવા માટે કહ્યું હતું પણ વડાપ્રધાન મોદીની વાત ના માનીને કૃપાલ પરમાર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વડાપ્રધાન મોદી સાથે વાતચીત દરમિયાન કૃપાલ પરમારે ભાજપ અધ્યક્ષની ફરિયાદ પણ કરી હતી.

ડિપોઝિટ બચાવવી પણ મુશ્કેલ

કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવારને પોતાની ડિપોઝિટ બચાવવા માટે કુલ મતનો છઠ્ઠો હિસ્સો એટલે કે 16.6 ટકા મત લાવવાના હોય છે. અત્યાર સુધી ફતેહપુરમાં 70 ટકાથી વધારે મતોની ગણતરી થઈ ચૂકી છે. હાલમાં કોંગ્રેસ ઉમેદવાર ભવાનીસિંહ પઠાનિયા આગળ ચાલી રહ્યા છે. તેમની પાછળ ભાજપ ઉમેદવાર મંત્રી રાકેશ પઠાનિયા છે.

Latest News Updates

પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા
ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ
રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ
નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?
નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?
ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી
ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">