AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વાગી ગયા, મતદાર યાદીમાં તમારું નામ તપાસી લો, અનુસરો આ સ્ટેપ્સ

તમે માત્ર SMS દ્વારા મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. લોકતંત્રનો ભાગ્યવિધાતા મતદાર હોય છે. દરેક નાગરિકે પોતાના કિંમતી મતનો ઉપયોગ કરવો જ જોઈએ અને આ દરેક નાગરિકની પ્રથમ ફરજ પણ છે.

Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વાગી ગયા, મતદાર યાદીમાં તમારું નામ તપાસી લો, અનુસરો આ સ્ટેપ્સ
You can check your name in voter list only through SMS
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 9:30 AM
Share

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં તમે પણ મતદાન કરવા અચૂક જશો પરંતુ મતદાર યાદીમાં નામ સામેલ છે કે નહીં? આ ચિંતાનો હલ તમે ઘરે બેઠા જ મેળવી શકો છો. તમે માત્ર SMS દ્વારા મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. લોકતંત્રનો ભાગ્યવિધાતા મતદાર હોય છે. દરેક નાગરિકે પોતાના કિંમતી મતનો ઉપયોગ કરવો જ જોઈએ અને આ દરેક નાગરિકની પ્રથમ ફરજ પણ છે. જો કે મતદાન તમે ત્યારે જ કરી શકશો જ્યારે મતદાર યાદીમાં તમારું નામ રજીસ્ટર્ડ હોય. આપને જણાવી દઈએ કે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નહીં હોય પરંતુ મતદાર યાદીમાં નામ હશે તો પણ તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકો છો.

તમારા મોબાઈલ મેસેજમાં EPIC લખીને સ્પેસ આપો અને પછી તમારો મતદાર આઈડી કાર્ડ નંબર ટાઈપ કરો. આ SMS 9211728082 અથવા 1950 નંબર પર મોકલો. પછી જવાબ SMS માં પાર્ટ નંબર, મતદાન મથક નંબર અને નામ આવશે. જો તમારું નામ મતદાર યાદીમાં નથી તો કોઈ રેકોર્ડ મળ્યો નથી તેમ જણાવાશે.

જો તમે ડિજિટલી મતદાર બનવા માંગો છો, તો આ માટે તમારે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. જ્યાં તમે જરૂરી માહિતી સબમિટ કરીને તમારું વોટર આઈડી મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યારબાદ નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો.

પોર્ટલ પર “Apply Online for Registration of New Voter” પર ક્લિક કરો. વિનંતી કરેલ તમામ માહિતી અહીં ભરો. આ પછી તમારે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને દસ્તાવેજો સબમિટ કર્યા પછી “સબમિટ” પર ક્લિક કરો.

ઓનલાઈન અરજી કર્યા બાદ તમને એક મહિનામાં વોટર આઈડી કાર્ડ મળી જશે. જ્યારે તમે ફોર્મ સબમિટ કરશો ત્યારે તમારા રજિસ્ટર્ડ ઈમેલ પર એક મેઈલ મોકલવામાં આવશે જેમાં વોટર આઈડીની લિંક આપવામાં આવશે. આના દ્વારા તમે આઈડી કાર્ડને પણ ટ્રેક કરી શકો છો.

વોટર આઈડી કાર્ડ માટે અરજી કરવાની પ્રથમ શરત એ છે કે અરજદાર ભારતીય હોવો જોઈએ. તેની પાસે કાયમી રહેઠાણનું સરનામું હોવું આવશ્યક છે. આ સિવાય અરજી કરનાર અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">