Election Result 2022 Updates:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, ભાજપે આ ચુંટણીમાં જંગી જીત નોંધાવી છે. મહિલા ભાગીદારીની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો માટે કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને માત્ર 139 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી, જેમાંથી 56 અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી હતી. જ્યારે તેમાંથી માત્ર આડત્રીસ જ ત્રણ મુખ્ય રાજકીય પક્ષો AAP, BJP અને કોંગ્રેસના પક્ષથી લડી રહી હતી. હવે જ્યારે ચુંટણી પરીણામો આવી ગયા છે ત્યારે આપણે એ દબંગ મહિલાઓની વાત કરીએ જેણે વિધાનસભાની ચુંટણીમાં જંગી જીત મેળવી છે. આવો જાણીએ એ નામ….
ડો.પાયલ કુકરાણી નરોડા બેઠક પરથી 80,000 મતથી જીત હાંસલ કરી, ડો.પાયલ કુકરાણી ભાજપના સભ્ય મનોજ કુકરાણીના પુત્રી છે. મનોજ કુકરાણીને 2002નાં રમખાણોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને આજીવન કેદની સજા કરવામાં હતી. હવે તેમના દિકરી ડો.પાયલ કુકરાણી નરોડા બેઠક જંગી જીત નોંધાવી છે.
કંચનબેન રાદડિયા ઠક્કરબાપા નગર બેઠક પરથી 62,280 મતથી જંગી સરસાઇ નોંધાવી છે.
દર્શના વાઘેલા અસારવા બેઠક પરથી 54,000 મતથી વિજય.કોંગ્રેસના વિપુલ પરમારની હારતેમણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 17,36, 603 ની સંપત્તિ છે.
ડો. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત નોંધાવી છે.કોંગ્રેસના ઉમેદવાર દિનેશકુમારને હાર ચખાડી
ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી 49,659 મતથી જીત નોંધાવી હતી. કોંગ્રેસે સુરેશભાઇ બથવારને હરાવ્યા છે.
ગીતાબા જાડેજા ગોંડલ બેઠક પરથી 43,313 મતથી જીત નોંધાવી છે. કોગ્રેસના યતિશભાઇ દેસાઇને હરાવ્યા છે
નિમિષા સુથાર મોરવાહડફ બેઠક પરથી 30,000 મતથી જીત નોંધાવી છે. મોરવાહડફ બેઠક પર કોંગ્રેસે પણ મહિલા ઉમેદવાર હરીફ બનાવ્યા હતા, સ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટને હરાવી નિમિષા સુથાર હાંસલ કરી હતી.
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાની જીત થઈ છે. જાડેજા સામે જાડેજા બેઠકમાં કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાની હાર થઇ હતી ,રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી 18,914 મતથી જીત નોંધાવી છે.
ભાજપ ઉમેદવાર સેજલ પંડ્યાનો દબદબો રહ્યો હતો, વધુ એક વખત ભાજપના વિજય પતાકા લહેરાયા છે. તેને કોંગ્રેસના ઉમેદવાર બળદેવ સોલંકીને કારમી હાર આપી છે,સેજલ પંડ્યા ભાવનગર પૂર્વ બેઠક પરથી 62,800 મતથી જીત નોંધાવી છે.
વડોદરા શહેરમાંથી ભાજપે આ વખતે મનીષાબેન રાજીવભાઈ વકીલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે મનીષા વકીલે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. મનિષા વકીલ વડોદરા સિટી બેઠક પરથી 130,705 મતથી જીત નોંધાવી છે.
ડો. દર્શના વસાવા નાંદોદ બેઠક પરથી 28,202 મતથી જીત નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવાને હરાવી ડો. દર્શના વસાવા નાંદોદ બેઠક જીતની સરસાઈ હાંસલ કરી હતી.
સંગીતા પાટીલ લિંબાયત બેઠક પરથી 89,000 મતથી જીત નોંધાવી છે. કોંગ્રેસે ગોપાલ પાટીલને ટિકિટ આપી હતી જેમા સંગીતા પાટીલ ટક્કર આપી જીત હાંસલ કરી હતી.
ભાજની મહિલાઓ સામે કોગ્રસના એક માત્ર મહિલા ગેની ઠાકોર વાવ બેઠક પરથી 15,280 મતથી જીત નોંધાવી છે.’વાણી વિલાસ’ માટે સતત ચર્ચામાં રહેલા ગેની ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો.