Gujarat Election 2022 : ચૂંટણી પહેલા નેતાઓના ભાષણમાં તીખાશ ચરમસીમાએ, સી.આર.પાટીલે AAP ને ગણાવી ‘અર્બન નક્સલવાદી’

|

Sep 08, 2022 | 9:02 AM

સી.આર.પાટીલે (BJP gujarat chief) નામ લીધા વિના રાજકીય પક્ષ પર ભાડાના ટટ્ટુ મોકલીને ચૂંટણી પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા નેતાઓના ભાષણમાં તીખાશ ચરમસીમાએ, સી.આર.પાટીલે AAP ને ગણાવી અર્બન નક્સલવાદી
BJP Gujarat Chief CR Paatil lashes out opposition party

Follow us on

વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election)  જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના ભાષણોમાં તીખાશ વધી રહી છે. કંઇક આવી જ તીખાશ સાંભળવા મળી ભાજપ પ્રદેશ અધ્યક્ષના એક ભાષણમાં. વડોદરાની મુલાકાત દરમિયાન સી.આર.પાટીલે (C R Paatil) વિપક્ષ પર આકરા વાકપ્રહાર કર્યા.

કોંગ્રેસની ભારત યાત્રા સામે પણ પાટીલે સવાલ ઉઠાવ્યા

સી.આર.પાટીલે (BJP gujarat chief) નામ લીધા વિના રાજકીય પક્ષ પર ભાડાના ટટ્ટુ મોકલીને ચૂંટણી પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો.સાથે જ દાવો કર્યો કે આવા પક્ષોને ગુજરાતમાં (gujarat)  ક્યારેય સ્થાન નહીં મળે. તો કોંગ્રેસની ભારત યાત્રા સામે (Bharat jodo yatra) પણ પાટીલે સવાલ ઉઠાવ્યો. તો પાટીલ આટલાથી ન અટક્યાં અને એન્ટ્રી થઇ અર્બન નક્સલવાદની. આમ આદમી પાર્ટી પર પાટીલે અર્બન નક્સલવાદીઓને ચૂંટણીમાં (gujarat Election) ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો અને આવા અર્બન નક્સલવાદીઓને ગુજરાત વિરોધી ગણાવ્યા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 યુવાનોને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વિપક્ષ

તો 10 લાખ યુવાનોને રોજગારી આપવાની આપ અને કોંગ્રેસની (Gujarat Congress) જાહેરાત મુદ્દે પણ પાટીલે પ્રહાર કર્યો.પાટીલે આરોપ લગાવ્યો કે કેટલાંક પક્ષો 10 લાખ નોકરીઓ આપવાના પડિકા ફેંકીને યુવાનોને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.આમ ચૂંટણી પહેલા નેતાઓના ભાષણની આ તીખાશ, એ વાતનો સંકેત આપી રહી છે કે 2022ની ચૂંટણી જરાય ફિક્કી નહીં હોય.આ ચૂંટણીમાં આક્ષેપબાજીનો તડકો જરૂર વાગશે.

ચૂંટણી નજીક આવતા ભાજપની રણનિતી તેજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો પણ મતદારોને રીઝવવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ પણ મિશન @182 હાંસલ કરવા તમામ પ્રયાસો કરી રહ્યુ છે. હાલ પાંચ રાજ્યોના કાર્યકરોના શિરે ચૂંટણી પ્રચારની (election campaign)જવાબદારી આપવામાં આવી છે. ઉતરપ્રદેશ,(Uttar Pradesh) બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કાર્યકારોએ ગુજરાતમાં (Gujarat) ધામા નાખ્યા છે.

 

Next Article