દિલ્હી બાદ AAP પાર્ટીનો ગુજરાતમાં મોટો વિવાદ ! વેજલપુરના જાહેર કરાયેલ ઉમેદવારનો દારૂની પાર્ટી કરતા વીડિયો વાયરલ

|

Sep 08, 2022 | 1:15 PM

વેજલપુર આમ આદમી પાર્ટીના (AAM Admi party) ઉમેદવાર કલ્પેશ પટેલ (Kalpesh patel) ઉર્ફ ભોલા ભાઈને લઇ વિવાદ સર્જાયો છે.

દિલ્હી બાદ AAP પાર્ટીનો ગુજરાતમાં મોટો વિવાદ ! વેજલપુરના જાહેર કરાયેલ ઉમેદવારનો દારૂની પાર્ટી કરતા વીડિયો વાયરલ
Vejalpur AAP candidates liquor party video goes viral

Follow us on

દિલ્હીનો લિકર વિવાદ (Delhi Controversy) શાંત નથી થયો ત્યાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારનો મોટો વિવાદ સામે આવ્યો છે.ગઈકાલે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર થયાના એક દિવસ બાદ જ આમ આદમી પાર્ટી વિવાદોમાં સંપડાઈ છે.વેજલપુરના જાહેર કરાયેલ  આમ આદમી પાર્ટીના (AAM Admi party) ઉમેદવાર કલ્પેશ પટેલ (Kalpesh patel) ઉર્ફ ભોલા ભાઈને લઇ વિવાદ સર્જાયો છે. કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે,જેને કારણે રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ચૂંટણી પહેલા AAP પાર્ટી વિવાદોમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (gujarat election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે.AAP ના ઉમેદવારના વ્યભિચારી ફોટો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.ચૂંટણી પહેલા સ્વચ્છ છબીની છાપ ધરાવતી આમ આદમી પાર્ટીના ઉમેદવારની પાર્ટીને કારણે વિવાદોમાં ગરકાવ થઈ છે.તમને જણાવી દઈએ કે, AAP ના ઉમેદવાર કલ્પેશ પટેલ પહેલા કોંગ્રેસમાં હતા અને તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.તેથી કોંગ્રેસ પાર્ટીના કોઈ જુના સાથીદાર દ્વારા આ વીડિયો વાયરલ કર્યો હોવાની શક્યતા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા (Gopal italia) પણ આજકાલ વિવાદોમાં છે. સુરત બાદ ભાવનગરમાં પણ ગોપાલ ઈટાલીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.જાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજનીલાગણી દુભાવી હોવાનો ફરિયાદીનો આરોપ છે.

(વીથ ઈનપૂટ- નરેન્દ્ર રાઠોડ,અમદાવાદ) 

Published On - 1:02 pm, Thu, 8 September 22

Next Article