Amit shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન, મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી

|

May 28, 2022 | 4:11 PM

આજે 28 એપ્રિલના રોજ અમિત શાહે દ્વારકા (Dwarka) જિલ્લાની મુલાકાત લીધી. તેમણે સૌ પ્રથમ દ્વારકા મંદિરમાં દર્શન કર્યા. સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાના મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની (Marine Coastal Academy) મુલાકાત લીધી.

Amit shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન, મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી
Union Home Minister Amit Shah offers prayers at Dwarkadhish Temple

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આજે 28 એપ્રિલના રોજ અમિત શાહે દ્વારકા (Dwarka) જિલ્લાની મુલાકાત લીધી તેમણે સૌ પ્રથમ દ્વારકા મંદિરમાં દર્શન કર્યા. સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાના મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની (Marine Coastal Academy) મુલાકાત લઇ મરીન સુરક્ષાને લઇ ચર્ચા કરી.

પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા હતા. અમિત શાહે પરિવારજનો સાથે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. એટલું જ નહિં ભાજપના અગ્રણીઓએ દ્વારકાધીશની છબી આપીને તેમનું સ્વાગત કર્યુ હતુ. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિઝિટીંગ બૂકમાં એન્ટ્રી પણ કરી હતી. હવે ગૃહપ્રધાનના હસ્તે જામનગર જિલ્લામાં રૂપિયા 347 કરોડના ખર્ચે તૈયાર પોલીસ વિભાગના આવાસોનું લોકાર્પણ કરાશે. તેઓ 25 જિલ્લાના પોલીસ વિભાગના 57 મકાનોનું એક સાથે ઈ-લોકાર્પણ કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી

ગૃહપ્રધાન અમિત શાહ આજે દ્વારકાની મુલાકાતે છે. ત્યારે તેમણે દ્વારકાના મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી. અમિત શાહે મરીન પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓની પીઠ થાબડી અને તેમની સાથે સંવાદ કરીને કામગીરીને બિરદાવી. દેશની સુરક્ષામાં મરીન પોલીસ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતનો દરિયાકિનારો 1600 કિલોમીટર લાંબો છે. જેની સુરક્ષા મરીન પોલીસ સંભાળે છે.

પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે

બીજી તરફ 29 મેના રોજ અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે તેઓ અમદાવાદથી ગોધરા જશે. જ્યાં પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના કાર્યક્રમમાં પણ રહેશે ઉપસ્થિત. ત્યારબાદ તેઓ બપોરે 12 કલાકે નડિયાદમાં જનસભાને સંબોધશે. નડિયાદથી અમિત શાહ સાંજે અમદાવાદ પહોંચશે.

આ તરફ અમદાવાદ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નારણપુરામાં બનવા જઈ રહ્યું છે. નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ. 631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કોમ્પ્લેક્સમાં એક સાથે 300 ખેલાડીઓ રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં એક્વેટિક સ્ટેડિયમ, ઇન્ડોર ગેમ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, 6 ટેનિસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતના મેદાન પણ હશે.

Published On - 3:07 pm, Sat, 28 May 22

Next Article