Gujarat Election 2022 : ફરી કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતમાં ધામા, મુલાકાત બાદ ગમે ત્યારે ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

|

Sep 21, 2022 | 9:43 AM

ગુજરાત વિઘાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.

Gujarat Election 2022 : ફરી કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતમાં ધામા, મુલાકાત બાદ ગમે ત્યારે ચૂંટણીની થઈ શકે છે જાહેરાત
Central Election commission

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election) જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં આવશે. માહિતી મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. બે સભ્યોનું કમિશન રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. તો સાથે રાજ્યના તમામ કલેકટરો (Collector) સાથે પણ તેઓ બેઠક કરશે. મહત્વનું છે કે, ગુજરાત (Gujarat) મુલાકાત બાદ ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

રાજકીય પાર્ટીઓ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections) માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ આ પહેલા બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યુ હતુ. આ દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે (Ahmedabad) બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજી. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓા પણ ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.ત્યારે આ બધાની વચ્ચે હવે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.

Published On - 9:40 am, Wed, 21 September 22

Next Article