Thasra Election Result 2022 LIVE Updates : ઠાસરા વિધાનસભા બેઠક પર ભાજપના યોગેન્દ્રસિંહ પરમારની 61 હજારથી વધુ મતથી જીત

|

Dec 08, 2022 | 7:03 PM

Thasra MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati : ઠાસરા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઈ પરમારે ભાજપ ઉમેદવાર રામસિંહ પરમારને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. ઠાસરા વિધાનસભા બેઠક પર ભાજપના યોગેન્દ્રસિંહ પરમારની 61 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કાંતિ પરમારની હાર થઈ છે.

Thasra Election Result 2022 LIVE Updates : ઠાસરા વિધાનસભા બેઠક પર ભાજપના યોગેન્દ્રસિંહ પરમારની 61 હજારથી વધુ મતથી જીત
Thasra Election Result 2022

Follow us on

ગુજરાતની ઠાસરા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election ઠાસરા વિધાનસભા બેઠક પર ભાજપના યોગેન્દ્રસિંહ પરમારની 61 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કાંતિ પરમારની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે કાંતિભાઈ પરમારને ફરી ટિકિટ આપી ઠાસરાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે હાથ પર રોકડ રકમ 12,99,623.57 છે. તેમની પાસે રૂપિયા 3,50,37,618.20 ની જંગમ મિલકત છે તેમજ સ્થાવર મિલકત રૂપિયા 2,32,00,000 છે. તેમને ધોરણ-9 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ)ને ટિકિટ આપી છે. તેમની પાસે હાથ પર રોકડ રકમ 5,94,474 છે. તેમની પાસે રૂપિયા 3,01,99,049.89ની જંગમ મિલકત છે તેમજ સ્થાવર મિલકત 8,25,00,000 રૂપિયા છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે નટવરસિંહ રાઠોડને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની હાથ પર રોકડ રકમ 48,000 છે. તેમની પાસે રૂપિયા 7,13,390ની જંગમ મિલકત છે. તો તેમની પાસે સ્થાવર મિલકત રૂપિયા 11,85,000 છે. અભ્યાસની વાત કરીએ તો ધોરણ-10 પાસ કર્યુ છે.

કઈ બેઠક કોની પાસે હતી..?

ઠાસરા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઈ પરમારે ભાજપ ઉમેદવાર રામસિંહ પરમારને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

રાજકીય સમીકરણ

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ઠાસરા વિધાનસભા ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે રામસિંહ પરમારને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. જેના કારણે ઠાસરા વિસ્તારમાં વર્ષો સુધી ભાજપની સેવા કરનાર કાંતિભાઇ પરમાર નારાજ થયા હતા. જેથી કાંતિભાઇ પરમારે રામસિંહના ભાજપ જોડાણ સામે બળવો કર્યો હતો અને ભાજપને રામ-રામ કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કુલ મતદારો

ઠાસરા વિધાનસભા બેઠકનો સમાવેશ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં કરવામાં આવે છે. આ બેઠકના કુલ મતદારોની વાત કરીએ તો વર્ષ 2017માં કુલ 2,50,240 મતદારો હતા. જેના સરખામણીએ વર્ષ 2022માં ઠાસરા મતદાર ક્ષેત્રમાં કુલ 2,69,548 મતદારો છે. જેમાં 1,38,170 પુરૂષ, 1,38,170 મહિલા અને 05 અન્ય મતદારો છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો

ઠાસરા વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મ એટલે કે, 15 વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે. રામસિંહ પરમાર પહેલા કોંગ્રેસ નેતા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર રામસિંહ પરમારે ભાજપ ઉમેદવાર પ્રતિક્ષાબેનને મ્હાત આપી હતી.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article