South Gujarat Election Result 2022: દક્ષિણ ગુજરાતમાં BJPનો દમખમ દેખાયો યથાવત, બોલ બચ્ચન ‘આપ’ના પાટીયા ઝુલી ગયા તો કોંગ્રેસ અમુક બેઠક સાચવવામાં સફળ

|

Dec 08, 2022 | 11:30 AM

South Gujarat Election Result: મોટાભાગે ગુજરાતમાં ત્રિપાંખીયા જંગના એંધાણ ઓછા દેખાતા હોય છે પરંતુ 2022ની ચૂંટણીમાં જો કે આપ પાર્ટીની એન્ટ્રી બાદ એમ લાગી રહ્યું હતું કે ગુજરાતમાં ત્રિપાંખીયા જંગના એંધાણ છે જો કે મહદ અંશે એમ પુરવાર નથી થયું.

South Gujarat Election Result 2022: દક્ષિણ ગુજરાતમાં BJPનો દમખમ દેખાયો યથાવત, બોલ બચ્ચન આપના પાટીયા ઝુલી ગયા તો કોંગ્રેસ અમુક બેઠક સાચવવામાં સફળ
BJP's power in South Gujarat remains unchanged

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામો સવારે 10.30 વાગ્યા સુધીમાં ઘણા સ્પષ્ટ થવા લાગ્યા છે અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપે પોતાનું પરફોર્મન્સ જાળવી રાખ્યું છે એમ દેખાઈ રહ્યું છે. મોટાભાગે ગુજરાતમાં ત્રિપાંખીયા જંગના એંધાણ ઓછા દેખાતા હોય છે પરંતુ 2022ની ચૂંટણીમાં જો કે આપ પાર્ટીની એન્ટ્રી બાદ એમ લાગી રહ્યું હતું કે ગુજરાતમાં ત્રિપાંખીયા જંગના એંધાણ છે જો કે મહદ અંશે એમ પુરવાર નથી થયું. ભાજપના ગઢની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની 35 બેઠક પૈકીની ભાજપની પરંપરાગત બેઠક જાળવવામાં તે સફળ રહ્યું છે.

પ્રારંભિક તબક્કે મળી રહેલી માહિતિ પ્રમાણે સુરતની દશ મહત્વની બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના સમયે આ જ બેઠકો પર ભાજપ માટે પડકાર ઉભો થયો હતો અને પડકારને પ્રસાદમાં ફેરવીને ભાજપે 2017માં આ 35માંથી 25 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ ક્રમશઃ આઠ અને બે બેઠકો જીતી હતી, પરંતુ આ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત 14 બેઠકોમાંથી ભાજપ માત્ર પાંચ બેઠક પર જ જીત નોંધાવી શકી હતી. ભાજપે સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાંથી 15 બેઠકો કબજે કરી હતી, જેમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી વરાછા, કામરેજ અને કતારગામ બેઠકો પણ આવી જતી હતી.

કોંગ્રેસ અને ભાજપને ટક્કર આપવા માટે આપ પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયા , અલ્પેશ કથીરિયા , મનોજ સોરઠીયા જેવા પાસ આંદોલનના ચહેરાને ચૂંટણી રણમાં ઉતારીને 2017ની ચૂંટણી જેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પણ કતારગામ અને વરાછા જેવી બેઠક કે જે પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો છે ત્યાં ભાજપ માટે પડકાર આપવાનો પ્રયાસ થયો હતો અને કારણ એ હતું કે સ્થાનિક વિસ્તારમાં 27 જેટલા કોર્પોરેટર આપ પાર્ટીના ચૂંટાઈને આવ્યા હતા. પ્રારંભિક તબક્કે જોકે ભાજપના જ ઉમેદવારો આગળ જોવા મળ્યા હતા અને આપ પાર્ટીના પરપોટા ફુટી જતા જોવા મળ્યા. અલ્પેશ કથીરિયા એ તો તેમના પ્રતિસ્પર્ધી કુમાર કાનાણીને જીત પર ખભે ઉંચકીને ફરવાની ચેલેન્જ આપી હતી , લાગે છે કે તેમણે હવે તે પુરી કરવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સરવાળે 11 વાગીને 20 મિનિટે જ્યારે આ લખાઈ કહ્યું છે ત્યારે રાજકીય વિશ્લેષણો સાથે પરિણામ આવવાના પણ શરૂ થઈ ગયા છે અને નવસારીની જલાલપોર પર ભાજપ , અમદાવાદની દરીયાપુર બેઠક પરથી ભાજપના કૌશિક જૈન , જમાલપુર બેઠકથી કોંગ્રેસની જીત તો પેટલાદથી ભાજપના કમલેશ પટેલની જીત થઈ હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. 2017ની હારનો બદલો અને હારેલી બેઠકનું સાટુ ભાજપ વાળવા જઈ રહી છે.

Published On - 11:30 am, Thu, 8 December 22

Next Article