Gujarat Assembly Election 2022: ગુજરાત કોંગ્રેસના ડુબતા જહાજમાંથી 2017થી અત્યાર સુધીમાં આટલા ધારાસભ્યો કુદ્યા, ભાજપની નાવમાં જઈ ચઢ્યા

|

May 12, 2022 | 2:56 PM

હાલ કોંગ્રેસનો (Congress) માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે.

Gujarat Assembly Election 2022: ગુજરાત કોંગ્રેસના ડુબતા જહાજમાંથી 2017થી અત્યાર સુધીમાં આટલા ધારાસભ્યો કુદ્યા, ભાજપની નાવમાં જઈ ચઢ્યા
congress, BJP (Symbolic Image)

Follow us on

કોંગ્રેસના (Congress) ગઢમાં એક પછી એક ગાબડા પડતા જઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસનો સાથે છોડી રહ્યા છે. જે ધારાસભ્યોએ 2017ની ચૂંટણી કોંગ્રેસને બેઠકોના સારા આંક સાથે જીતાડી હતી. તે જ ધારાસભ્યો હવે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) તરફી દોડી રહ્યા છે. આજે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કેસરિયા ધારણ કરી લીધા છે. આગામી દિવસમાં જોશિયારા પરિવાર પણ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસની આ ડુબતી નાવમાંથી કેટલા લોકો કુદી ગયા છે તેના વિશે જાણીએ.

વિધાનસભા ચૂંટણી 2022 પહેલા 12 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. અશ્વિન કોટવાલના રાજીનામાં બાદ હવે કોંગ્રેસ ધારાસભ્યોનો આંકડો 64 પર અટક્યો છે. વર્ષ 2017 ચૂંટણી બાદ કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું. જ્યારે 1 ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થયું છે.

વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી

વિધાનસભા ચૂંટણી સમયે મહેસાણાના ધારાસભ્ય જીવાભાઈ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

વર્ષ 2017 રાજ્યસભાની ચૂંટણી

રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર શહેર)
મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ,સાબરકાંઠા)
પી.આઇ. પટેલ (વિજાપુર, મહેસાણા)
ડો.તેજશ્રીબેન પટેલ (વિરમગામ,અમદાવાદ)
શકર વારલી (ઉમરગામ,વલસાડ)
કરમશી પટેલ (સાણંદ, અમદાવાદ)
અમિત ચૌધરી (માણસા અમદાવાદ)
બલવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર, પાટણ)
છનાભાઇ ચૌધરી (વાંસદા, નવસારી)
રામસિંહ પરમાર (ઠાસરા, ખેડા)
માનસિંહ ચૌહાણ (બાલાસિનોર, ખેડા)
સી.કે. રાઉલજી (ગોધરા, પંચમહાલ)
ભોળાભાઇ ગોહિલ (જસદણ, રાજકોટ)

વર્ષ 2019 લોકસભાની ચૂંટણી

કુંવરજી બાવળિયા (જસદણ, રાજકોટ)
જવાહર ચાવડા (માણાવદર,જુનાગઢ)
આશા પટેલ (ઉંઝા, મહેસાણા)
પરષોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર)
વલ્લભ ધારવિયા (જામનગર)

વર્ષ 2020 રાજ્યસભાની ચૂંટણી

મંગળ ગાવિત (ડાંગ)
જે.વી. કાકડિયા (ધારી, અમરેલી)
પ્રવિણ મારુ (ગઢડા,ભાવનગર)
સોમા પટેલ (લીમડી, સુરેન્દ્રનગર)
પ્રધ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા,કચ્છ)
અક્ષય પટેલ (કરજણ, વડોદરા)
જીતુ ચૌધરી (કપરાડા,વલસાડ)
બ્રિજેશ મેરજા (મોરબી)

2022 વિધાનસભા ચૂંટણી (અત્યાર સુધી)

અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા)

2022 વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાયા.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા પણ ભાજપમાં સામેલ.

આ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસને અલવિદા કહીને આપનો સાથ મેળવી લીધો છે તો કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે.

Published On - 6:27 pm, Tue, 3 May 22

Next Article