Gujarat Election: રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીને લઇને આપ્યુ વધુ એક વચન, ટ્વીટ દ્વારા કરી મોટી જાહેરાત

|

Sep 20, 2022 | 12:57 PM

ગુજરાતમાં ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા જનતાને વિવિધ વાયદાઓ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતાને વધુ એક વચન આપવામાં આવ્યુ છે.

Gujarat Election: રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીને લઇને આપ્યુ વધુ એક વચન, ટ્વીટ દ્વારા કરી મોટી જાહેરાત
કોંગ્રેસનું વધુ એક વચન

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections) લઇને વિવિધ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કોઇ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યુ છે. તો કોઇ વચનોની લ્હાણી કરવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા જનતાને વિવિધ વાયદાઓ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતાને વધુ એક વચન આપવામાં આવ્યુ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વીટ કરીને સરકારી કર્મચારીઓ માટે મોટો વાયદો કર્યો છે.

સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રજાને એક પછી એક વચન આપી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. રાહુલે વધુમાં લખ્યું કે, દેશને મજબૂત કરનારા સરકારી કર્મચારીઓનો હક જૂની પેન્શન યોજના છે. જે સરકારી કર્મચારીઓને મળવી જ જોઈએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોંગ્રેસની વચનોની લ્હાણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ વિવિધ પક્ષો ગુજરાતના મતદારોને રીઝવવા વચનોની વણઝાર કરી રહી છે. આ પહેલા કોંગ્રેસના (Congress) પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakore) તેમની સરકાર બનશે તો ગુજરાતના નાગરિકોને સારુ સ્વાસ્થ્ય આપવાનું વચન આપ્યુ હતુ. કોંગ્રેસે ‘તંદુરસ્ત નાગરિક-તંદુરસ્ત રાજ્ય’ સંકલ્પ પત્રની જાહેરાત કરી હતી. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે અગાઉ ગુજરાત મુલાકાતે ગુજરાતના આરોગ્ય મોડલ કરતા રાજસ્થાન મોડકને શ્રેષ્ઠ ગણાવ્યું હતું. એજ રાજસ્થાનના આરોગ્ય મોડલની તર્જ પર ગુજરાત કોંગ્રેસે તેમની સરકાર બનશે તો આરોગ્ય ક્ષેત્રે શું કામ કરશે એની જાહેરાત કરી હતી.

Published On - 12:57 pm, Tue, 20 September 22

Next Article