Porbandar: ચૂંટણી પહેલા માછીમારોને મળી ભેટ, માછીમારો હવે 7 પંપ ઉપરથી ખરીદી શકશે ડીઝલ

|

Oct 22, 2022 | 12:01 PM

માછીમારોની મોટાભાગની માગો સરકારે સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે કેન્દ્ર અને રાજય સરકારનો આભાર માન્યો. રાજ્યના 1600 કિલોમીટર દરિયા કિનારા વિસ્તાર અને 32 વિધાનસભા બેઠક પર માછીમાર મતદારો પ્રભુત્વમાં છે ત્યારે દરિયાખેડુ માટે ભાજપે ચૂંટણી પહેલા જ  ખારવા સમાજને આ ભેટ આપી દીધી હતી.

Porbandar: ચૂંટણી પહેલા માછીમારોને મળી ભેટ, માછીમારો હવે 7 પંપ ઉપરથી ખરીદી શકશે ડીઝલ
પોરબંદરમાં માછીમારોની માંગણી સ્વીકારાઈ

Follow us on

પોરબંદરના  (Porbandar) માછીમારોની દીવાળી સુધરી ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા વર્ષો જૂની વિવિધ માગો સરકારે સ્વીકારતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અત્યાર સુધી એક જ પંપ પરથી માછીમારો ડીઝલ ખરીદતા હતા, પરંતુ હવે માછીમારો  (Fisherman) મંડળી નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદી શકશે. સાથે નાની હોળીના મશીન માટેની સબસીડીની માગ સરકારે સ્વીકારી છે. હવે ડીઝલ પેટ્રોલનો ક્વોટા અન્ય રાજ્યની સરખામણીએ સરકાર કરી આપે તેવી માછીમારોની મુખ્ય માગ છે.

મહત્વપૂર્ણ છે કે, અગાઉ વેરાવળ (Veraval) ખાતે પ્રધાન જીતુ ચૌધરીએ 36 કરોડના ખર્ચે માપલા વાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા હતા. માછીમારોની મોટાભાગની માગો સરકારે સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે કેન્દ્ર અને રાજય સરકારનો આભાર માન્યો. રાજ્યના 1600 કિલોમીટર દરિયા કિનારા વિસ્તાર અને 32 વિધાનસભા બેઠક પર માછીમાર મતદારો પ્રભુત્વમાં છે ત્યારે દરિયાખેડુ માટે ભાજપે ચૂંટણી પહેલા જ  ખારવા સમાજને આ ભેટ આપી દીધી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

હજારો માછીમારો અને તેમના પરિવારનું જીવન આ નૌકાઓ પર નભે છે, પરંતુ તેમની કેટલીક સમસ્યાઓ વર્ષો સુધી ઉકેલાતી નહોતી.  જોકે રહી રહીને પણ હવે તેમને દિવાળી ફળી છે તેમના માટે ખુશી આવી છે કેમકે વિધાનસભા ચૂંટણી પહેલાં જ સરકારે તેમની અનેક માગો સ્વિકારી લીધી છે. જેમાંની એક માગ એટલે અત્યાર સુધી એક જ પંપ પરથી માછીમારો ડીઝલ ખરીદતા હતા, પરંતુ હવે માછીમારો મંડળી નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદી શકશે. સાથે નાની હોડીના મશીન માટેની સબસીડીની માગ સરકારે સ્વીકારી છે. અગાઉ વેરાવળ ખાતે પ્રધાન જીતુ ચૌધરીએ 36 કરોડના ખર્ચે માપલા વાળી વિસ્તારના અપગ્રેડેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા હતા. જોકે માછીમારોની મુખ્ય એવી માગો સરકારે સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના અગ્રણીએ તેમની ખુશી વ્યક્ત કરી છે.

આમ મુખ્યત્વે જે માગ હતી એને હવે સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે જોકે એનો અર્થ એવો પણ નથી કે માછીમારોના તમામ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે. ડીઝલ પેટ્રોલનો ક્વોટા અન્ય રાજ્યની સરખામણીએ સરકાર કરી આપે તેવી માછીમારોની મુખ્ય માગ પણ હજી યથાવત છે. 10થી વધુ માગો સાથે માછીમારો પોતાની લડત ચલાવી રહ્યા હતા, પરંતુ એમાંથી ઘણીખરી માગોનો ઉકેલ આવ્યો છે એ જોતાં માછીમારોને આશા છે કે બાકીની માગો પણ આવનારા સમયમાં સરકાર સ્વિકારશે તો તેમની રોજીરોટીમાં વધુ બરકત આવશે.

નોંધનીય છે કે  સપ્ટેમ્બર મહિના દરમિયાન કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshotam rupala)  દરિયાઈ માર્ગે સાગર પરિક્રમાના કાર્યક્રમ અંતર્ગત દીવ (Diu)  પહોંચ્યા હતા ત્યારે  માછીમારોએ પોતાની  સમસ્યા રજૂ કરી હતી.  તે સમયે દીવના ઘોઘલા ખાતે તેમણે  માછીમાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અહીં સ્થાનિક માછીમારોએ મચ્છીના ઓછા ભાવ, ડીઝલની સમસ્યા અંગે  , પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો સહિતના પ્રશ્ને કેન્દ્રીય મંત્રીને (Central minister) રજૂઆત કરી હતી.

કોંગ્રેસ દ્વારા માછીમારો  જાહેર કરવામાં આવ્યું  હતું પેકેજ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections 2022) પહેલા વાયદાઓનો વેપાર ચરમસીમા પર પહોંચ્યો છે. ત્યારે થોડા સમય અગાઉ (Congress) રાજ્યના માછીમારોને વાયદો આપ્યો હતો કે   કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર પરિવારોને 3 લાખ રૂપિયા અને જેટલા દિવસ જેલમાં રહે એટલે દિવસના રોજના 400 રૂપિયા સહાય અને બોટ માલિકોને વાર્ષિક 36 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે (Congress) રાજ્યના માછીમારોને વાયદો આપ્યો છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર પરિવારોને 3 લાખ રૂપિયા અને જેટલા દિવસ જેલમાં રહે એટલે દિવસના રોજના 400 રૂપિયા સહાય અને બોટ માલિકોને વાર્ષિક 36 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ આપવાની જાહેરાત કરી હતી.

 

 

Published On - 11:40 am, Sat, 22 October 22

Next Article