PM Modi Gujarat Visit: પીએમ મોદીએ એકતાનગરમાં ભૂલ ભૂલૈયા ગાર્ડનનું લોકાર્પણ કર્યું

|

Oct 30, 2022 | 5:42 PM

પીએમ મોદીએ(PM Modi Gujarat Visit)   કેવડિયા એકતાનગરમાં ભૂલ ભૂલૈયા ગાર્ડનનું લોકાર્પણ કર્યું . આ ગાર્ડનને મેઝ ગાર્ડન પણ કહેવાય છે. આ મેઝ ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે 3 એકરમાં વિકસાવાયો છે. જેમાં પ્રવાસીઓને હકારાત્મક ઊર્જા મળી રહે તે હેતુથી શ્રીયંત્રના આકારમાં વિવિધ છોડ રોપાયા છે. અહીં અંદાજે 1 લાખ 80 હજાર જેટલા છોડ રોપાયા છે.

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ એકતાનગરમાં ભૂલ ભૂલૈયા ગાર્ડનનું લોકાર્પણ કર્યું
Narmada Bhul Bhulaiya Garden

Follow us on

પીએમ મોદીએ  કેવડિયા એકતાનગરમાં ભૂલ ભૂલૈયા ગાર્ડનનું લોકાર્પણ કર્યું . આ ગાર્ડનને મેઝ ગાર્ડન પણ કહેવાય છે. આ મેઝ ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે 3 એકરમાં વિકસાવાયો છે. જેમાં પ્રવાસીઓને હકારાત્મક ઊર્જા મળી રહે તે હેતુથી શ્રીયંત્રના આકારમાં વિવિધ છોડ રોપાયા છે. અહીં અંદાજે 1 લાખ 80 હજાર જેટલા છોડ રોપાયા છે. જેમાં મુખ્યત્વે મહેંદીના છોડને શ્રીયંત્ર આકારમાં રોપાયા છે. આ ગાર્ડનમાં એવી રીતે છોડ રોપાવામાં આવ્યા છે કે પ્રવાસીઓ આવે તો છોડવાઓની વચ્ચે ભૂલા પડી જાય. જોકે ત્યાં ગાઈડ પણ રાખેલા હશે. જે પ્રવાસીઓને ગાઈડ કરશે અને ગાર્ડનની બહાર કાઢશે. આ ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

પીએમ મોદી કેવડિયા એકતાનગરમાં બે નવા આકર્ષણોનું લોકાર્પણ કર્યું છે. જેમાં એક મિયાવાકી ફોરેસ્ટ છે. કેવડિયામાં એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદી લોકાર્પણ કર્યું છે. જે એક જાપાનીઝ અકિરા પ્રેરિત મિયાવાકી ટેકનીક છે. આ પદ્ધતિ ટૂંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. જેમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જે જગ્યા તો બચાવે જ છે, સાથે-સાથે નજીકમાં વાવેલા રોપાને એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નીંદણ ઉગતું અટકે છે. પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણુ વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે.

Next Article