AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની રડાર પર ‘મુસ્લિમ’ મતદારો, અમદાવાદના જાણીતા મુસ્લિમ ક્લબે AAP સાથે કર્યું જોડાણ

Gujarat Vidhansabha Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા હવે નેતાઓ પણ મતદારોની નજીક આવી રહ્યા છે, આ બધા વચ્ચે તમામ પક્ષો પોતાનું ધ્યાન મુસ્લિમ મતો પર કેન્દ્રિત કરી રહ્યા છે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની રડાર પર 'મુસ્લિમ' મતદારો, અમદાવાદના જાણીતા મુસ્લિમ ક્લબે AAP સાથે કર્યું જોડાણ
Muslim community ties up with AAP
Mihir Soni
| Edited By: | Updated on: Nov 27, 2022 | 1:34 PM
Share

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેમાં પણ મુસ્લિમ મતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે અમદાવાદમાં મુસ્લિમ ફાઇટર્સ ક્લબે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું છે. મહત્વનું છે કે ગુજરાતની કુલ વસ્તીના 9 ટકા જેટલા મુસ્લિમ સમુદાયનો હિસ્સો છે.

“હાથમાં ઝાડું લીલુ લીલુ, આપ- મુસ્લિમનું ઇલુ ઇલુ”

અમદાવાદની એક જાણીતી હોટલમાં યોજાયેલા સંમેનલમાં મુસ્લિમ આગેવાનો સાથે વેજલપુર બેઠકના આપ ઉમેદવારના પિતરાઈ ભાઈ પરાગ પટેલ પણ ખાસ હાજર રહ્યાં હતા. પરાગ પટેલે સર્વ સમાજના લોકોના કલ્યાણ માટે આપ કાર્ય કરશે તેવું ભારપૂર્વક જણાવ્યું છે.  મુસ્લિમ ફાઈટર્સના હોદ્દેદારોએ ‘હાથમાં ઝાડું લીલુ લીલુ આપ-મુસ્લિમ ઇલું ઇલું’ નો નારો આપ્યો છે અને મોટી સંખ્યમાં મુસ્લિમ સમાજના લોકો આપને સમર્થન જાહેર કર્યું છે. સાથે જ મુસ્લિમ વૉટર્સ માટે મેગીનો વિકલ્પ જાહેર કર્યો છે. જેમાં M ફોર મનીષ સીસોદીયા, A ફોર અરવિંદ કેજરીવાલ, G ફોર ગોપાલ ઇટાલિયા અને I ફોર ઇસુદાન ગઢવી કહ્યું એવી જ રીતે આપ નહિ તો હમ નહીં સૂત્રોચ્ચાર કર્યા હતા.

વેજલપુર બેઠકના સમીકરણો બદલવાની આપને અપેક્ષા

મુસ્લિમ ફાઇટર ક્લબના આગેવાન ઇમરાન ખાન પઠાણએ જણાવ્યું કે ‘જે પ્રકારે આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં લોકોને સુવિધાઓ આપી છે તે સુવિધાઓ હજુ સુધી કોઈ સરકારે આપી નથી. અમને લાગે છે કે મુસ્લિમ લોકોનું ભવિષ્ય આપ બનાવી શકે છે એટલે આપ સાથે જોડાયા છીએ. ગુજરાત રાજ્યની વિવિધ બેઠકોમાં પણ મુસ્લિમ મતદારોને જાગૃત કરીશું. તો વધુમાં ઉમેર્યું કે, અમારી મુસ્લિમ ફાઈટર્સ ક્લબ સાથે 3 હજાર પરિવાર જોડાયેલા છે. એટલે 3 હજાર મુસ્લિમોનો આપને ટેકો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે.

મહત્વનું છે કે, કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભા બેઠકના AAP ના ઉમેદવાર કલ્પેશ પટેલના નાના ભાઈ પરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને મુસ્લિમોનો આપમાં જોડવા બદલ આભાર માન્યો હતો. સાથે જ મુસ્લિમ બિરાદરોની મહિલાઓ કહ્યું હતું કે પાયાની સુવિધા મળતી ન હોવાથી અમે મોટી સંખ્યમાં આપના સમર્થનમાં છીએ અને ભવિષ્યમાં પણ આપ સાથે રહીને પ્રચાર કરીશું.

ચૂંટણીમાં ક્યા પક્ષે મુસ્લિમને ઉતાર્યા છે મેદાને ?

જો આપને અત્યાર સુધીના મુસ્લિમ રાજકીય ઈતિહાસથી વાકેફ કરીએ તો ગુજરાતમાં લગભગ 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. વર્ષ 1980માં ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભાજપે માત્ર એક ચૂંટણીમાં મુસ્લિમ નેતાને ટિકિટ આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી અને છેલ્લી વખત ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે તે બેઠક ગુમાવી હતી. ત્યારથી આજ સુધી ભાજપે એકપણ ચૂંટણીમાં એક પણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી. તો કોંગ્રેસે આ વખતે માત્ર 6 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ વચ્ચે હવે મુસ્લિમનું આપને સમર્થન કેટલુ ફળે છે તે તો સમય જ બતાવશે.

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">