AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: PM મોદી ગુજરાતમાં બે દિવસમાં 8 સભાઓ ગજવશે, જાણો ભાજપની પકડ મજબુત કરવાની શું છે રણનીતિ

વડાપ્રધાન મોદી (Prime Minister Modi) હાલ ગુજરાત પ્રવાસે છે અને તેઓ બે દિવસમાં આઠ સભાઓ ગજવવાના છે. PM મોદી આજે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં પ્રચાર કરવાના છે.

Gujarat Election 2022: PM મોદી ગુજરાતમાં બે દિવસમાં 8 સભાઓ ગજવશે, જાણો ભાજપની પકડ મજબુત કરવાની શું છે રણનીતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારની રણનીતિImage Credit source: Tv9 Gfx
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 23, 2022 | 11:54 AM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર મેદાનમાં વડાપ્રધાન મોદી પોતે ઉતરી ગયા છે. વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે છે અને તેઓ બે દિવસમાં આઠ સભાઓ ગજવવાના છે. PM મોદી આજે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં પ્રચાર કરવાના છે. આ પ્રવાસમાં વડાપ્રધાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને આદિવાસી વિસ્તારને આવરી લેવાના છે. 2017ની ચૂંટણીમાં ઘણી બેઠકો ભાજપે આ વિસ્તારોમાં ગુમાવવી પડી હતી. 2022માં પણ કેટલીક સ્થિતિને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદી પોતે જ આ વિસ્તારોમાં સીધો પ્રચાર જનતા સાથે કરવાના છે.

ગુજરાત ઇલેકશન 2022 :બીજા તબક્કાની બેઠકો પર ફોકસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તમામ વિસ્તારથી સારી રીતે જાણકાર છે. તે અત્યાર સુધીમાં જે પણ જિલ્લામાં જતા હોય છે, તે જિલ્લામાં પોતે મુખ્યમંત્રી હતા ત્યારે કેવી રીતે કનેક્ટેડ હતા અને એ જિલ્લાનું કેટલુ મહત્વ છે તે તમામ જાણકારી રાખે છે. વડાપ્રધાન મોદી લોકો સાથે સીધો સંવાદ કરતા હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ લોકો સાથે તેમનું એક કનેક્શન બનતુ હોય છે. આ વખતના તેમના પ્રવાસની વાત કરીએ તો બે દિવસમાં 8 સભાઓ તેઓ ગજવવાના છે. તેમાં ખાસ કરીને બીજા તબક્કાની બેઠક પર ફોકસ કરવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત કે આદિવાસી વિસ્તાર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.

ગુજરાત ઇલેકશન 2022 :આદિવાસી વિસ્તારોના મતદારોને રીઝવશે

આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપને સફળતા મળતી નથી. ગુજરાતમાં હંમેશા ઉમરગામથી અંબાજી બેલ્ટ પર ભાજપ કરતા હંમેશા કોંગ્રેસને વધારે બેઠકો મળતી રહી છે. આ વિસ્તારોમાં BTPનો દબદબો રહે છે. કેન્દ્ર સરકારની વાત હોય કે રાજ્ય સરકારની વાત હોય આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ યોજનાઓને ચૂંટણી સમયે એનકેશ કરવુ જોઇએ તે નથી કરી શકાતુ. તેથી જ વડાપ્રધાનના પ્રવાસ આદિવાસી વિસ્તારોમાં યોજવામાં આવી રહ્યા છે.

ગુજરાત ઇલેકશન 2022 :એક -એક બેઠક મેળવવા કવાયત

અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં પણ તેમનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે.2017ની અંદર મહેસાણા જિલ્લાની સાત બેઠકમાંથી પાંચ ભાજપ પાસે આવી હતી. મહેસાણા જિલ્લામાં પાટીદારોનું પ્રભુત્વ સૌથી વધુ છે. 2017માં પાટીદાર આંદોલનની વચ્ચે પણ પાંચ બેઠકો ભાજપે કબ્જે કરી હતી. જો કે ઊંઝા બેઠક ભાજપે ખોવાનો વારો આવ્યો હતો. પાછળથી આશાબેન પટેલ પેટા ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા અને ઊંઝા બેઠક પણ ભાજપ પાસે આવી ગઇ હતી.

ગુજરાત ઇલેકશન 2022 :સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અલગ પરીબળો

તો 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનથી પ્રભાવિત બેલ્ટ સૌરાષ્ટ્ર હતા. ત્યારે PM મોદી આજે ભાવનગરમાં પણ સભા સંબોધવાના છે. ભાવનગરમાં ગઇ વખતે સાત બેઠકમાંથી છ બેઠક પર ભાજપનો ભગવો હતો.જો કે ભાજપે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. વડોદરામાં પણ PM પ્રચાર કરવાના છે. આ વખતે વડોદરામાં મધુ શ્રીવાસ્તવ, દીનુ મામા કે સતીષ પટેલની વાત હોય અહીં નારાજગી જોવા મળી છે. ત્યારે વડોદરામાં સીધો પ્રચાર વડાપ્રધાન કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. વડોદરામાં ગ્રામ્ય અને જિલ્લાની 10 બેઠક પૈકી 2017ની ચૂંટણીમાં ભાજપને 8 બેઠક મળી હતી. બે બેઠક ગુમાવવી પડી હતી.

ગુજરાત ઇલેકશન 2022 :જનતા સાથે સીધુ કનેક્શન કરશે

દાહોદ જિલ્લામાં 2017માં 6 બેઠક પર ભાજપને ત્રણ અને કોંગ્રેસને ત્રણ બેઠક મળી હતી. આદિવાસી વિસ્તારમાં ભાજપની બેઠક કઇ રીતે વધારવામાં આવે આ તમામ રણનીતિ PM મોદીના પ્રચાર અભિયાનમાં જોવા મળશે. 2022ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને ઐતિહાસિક ચૂંટણી કહી રહ્યા છે. ત્યારે કોઇ પણ રીતની ચુક ન રહી જાય તે માટે PM મોદીએ પ્રચારનું નેતૃત્વ પોતે જ લીધુ છે. તેના કારણે PM મોદીનો ફરી બે દિવસનો પ્રવાસ ગુજરાતમાં ગોઠવાઇ રહ્યો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">