Limbayat Election Result 2022 LIVE Updates: લિંબાયત બેઠક ઉપર ભાજપના સંગીતા પાટીલની જીત

|

Dec 08, 2022 | 6:17 PM

Limbayat MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: લિંબાયત બેઠક ઉપર ભાજપના સંગીતા પાટીલની જીત થઈ છે. ત્યારે 2017 ના ચૂંટણી પરિણામની વાત કરીએ તો તે વખતે ભાજપ તરફથી સંગીતા પાટિલને ફરીથી મેદાને ઉતારવામાં આવ્યા હતા

Limbayat Election Result 2022 LIVE Updates: લિંબાયત બેઠક ઉપર ભાજપના સંગીતા પાટીલની જીત
Limbayat election result 2022 live counting updates

Follow us on

ગુજરાતની લિંબાયત બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election Result Live સુરતની લિંબાયત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે  ગોપાલ પાટીલને ટિકિટ આપી  લિંબાયતથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા  100000ની જંગમ મિલકત છે. તે 10 નાપાસ છે. ત્યારે ભાજપે સંગીતા પાટીલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા  5467259ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે પંકજ તાયડે ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1181516ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે 9 પાસ કર્યુ છે.

2017માં ભાજપ તરફે રહ્યા હતા મતદારો

2017 ના ચૂંટણી પરિણામની વાત કરીએ તો તે વખતે ભાજપ તરફથી સંગીતા પાટિલને ફરીથી મેદાને ઉતારવામાં આવ્યા હતા જેની સામે કોંગ્રેસના રવિન્દ્ર પાટિલ મેદાને હતા. આ વખતે સંગીતા પાટિલે રવિન્દ્ર પાટિલ સામે 31,951 મતોથી વિજય મેળવ્યો હતો. વર્ષ 2012માં લિંબાયત બેઠક અસ્તિત્વમાં આવી ત્યાર બાદથી અહીં ભાતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે.

લિંબાયત બેઠક મરાઠી અને મુસ્લિમ મતદારોનો પ્રભુત્વ ધરાવતો વિસ્તાર

લિંબાયત વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર મરાઠી લોકોનુ વધુ પ્રભુત્વ જોવા મળે છે. આ સિવાય મુસ્લિમો, ગુજરાતી, ઉત્તર ભારતીયો વગેરે પણ આ વિસ્તારમાં બહુમતી ધરાવે છે. મરાઠી સમાજના મતોનુ અહીં વિશેષ મહત્વ છે. આ વિસ્તારમાં વર્ષ 2017 ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના ત્રણેયના ઉમેદવારો મરાઠી સમાજના હતા, જેના કારણે અહીં મરાઠી મતોનુ વિભાજન થયું હતું. મરાઠી સમાજના મતોના વિભાજન બાદ આ વિસ્તારમાં મુસ્લિમ મતદારો મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article