Gujarat Election 2022 : પાટીદારોના ગઢ સમી આ બેઠક પર અરવિંદ રૈયાણી પર મતદારોએ મુક્યો હતો ભરોસો,જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

|

Sep 28, 2022 | 1:28 PM

આ વખતે ભાજપ- કોંગ્રેસ સાથે AAP પણ મેદાનમાં ઉતરી છે. ત્યારે આ ત્રિપાંખિયામાં કોણ બાજી મારશે, તે તો ચૂંટણીના પરિણામો પરથી જ નક્કી થશે. આ બધાની વચ્ચે રાજકોટ પૂર્વ બેઠકના મતદારોનો (Voters)  મિજાજ કેવો છે, તે જાણવાનો TV9 ની ટીમે પ્રયાસ કર્યો છે.

Gujarat Election 2022 : પાટીદારોના ગઢ સમી આ બેઠક પર અરવિંદ રૈયાણી પર મતદારોએ મુક્યો હતો ભરોસો,જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Rajkot East Assembly Seat

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election)  જંગી જીત મેળવવા દરેક રાજકીય પાર્ટીઓ (political party) એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે ભાજપ- કોંગ્રેસ સાથે AAP મેદાનમાં ઉતરી છે. ત્યારે આ ત્રિપાંખિયામાં કોણ બાજી મારશે, તે તો ચૂંટણીના પરિણામો પરથી જ નક્કી થશે. આ બધાની વચ્ચે  રાજકોટ પૂર્વ બેઠકના મતદારોનો (Voters)  મિજાજ કેવો છે, તે જાણવાનો TV9 ની ટીમે પ્રયાસ કર્યો છે.

અરવિંદ રૈયાણી જંગી મતોથી જીત્યા

રાજકોટ પૂર્વની (Rajkot east assembly seat) બેઠક પરથી 2017 ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર છતાં પ્રધાન અરવિંદ રૈયાણી જંગી મતોથી જીત્યા છે. આ વિસ્તારની ઈમિટેશન જ્વેલરીની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.  રાજકોટ પૂર્વના મતક્ષેત્રમાં કડવા અને લેઉઆ પાટીદારોની (Patidar) સતી અંદાજે 25 ટકા જેટલી છે. તો અન્ય સવર્ણ અને કોળી મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં છે. આ વિસ્તારમાં માળખાગત સુવિધાનો વિકાસ તો થયો છે, પરંતુ પશ્ચિની સરખામણીએ હજી ઓરમાયું વર્તન થતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અરવિંદ રૈયાણીનો (Arvind Raiyani)લોકસંપર્ક કેવો છે  ? પ્રજાના પ્રશ્નો ઉકેલવા પ્રધાને કેવી સક્રિયતા બતાવી છે  ? સુવિધા અને વિકાસના મુદ્દે જનતાનો શું મત છે ? આવો જાણીએ….

જુઓ વીડિયો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજકોટ પૂર્વનું જ્ઞાતિ ગણિત

રાજકોટની નિર્ણાયક સાબિત થતી આ વિધાનસભા બેઠકના (Assembly Seat)  જ્ઞાતિ ગણિતની વાત કરીએ તો અહીં લેઉવા પટેલ 19 ટકા, કડવા પટેલ 5 ટકા,કોળી 15 ટકા, લઘુમતિ 15 ટકા, SC 15 ટકા અને 31 ટકા અન્ય જ્ઞાતિ છે.જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો અહીં 2012 માં કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂએ (Indranil Rajyaguru) જીત મેળવી હતી.તો 2017માં ભાજપના દિગ્ગજ નેતા અરવિંદ રૈયાણીએ કોંગ્રેસને કારમી હાર આપીને અહીં ભાજપનો કેસરિયો લહેરાવ્યો હતો.

મતદારોએ મુકેલો વિશ્વાસ સફળ નિવડ્યો !

અહીંના મતદાતાઓના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની અછત,ઓદ્યોગિક વિસ્તારમાં ટ્રાફિક, સ્વચ્છતા, દબાણ અને નદીમાં જળકુંભિથી મચ્છરોનો ઉપદ્રવથી સમસ્યાથી ત્રસ્ત છે.તો અહીં લોકોએ સૂચિત સોસાયટીઓ કાયદેસર કરવાની પણ માગ કરી છે.રાજકોટ પશ્ચિમની સરખામણીએ અહીં વિકાસ ઓછો થયો હોવાની પણ ફરિયાદ સામે આવી છે.જો કે મતદારો EVM પર કઈ પાર્ટીનુ બટન દબાવે છે, તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.

Next Article