Hardik Patel Resign : શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે ? PM MODIના કાર્યક્રમમાં હાજરી આપશે : સૂત્ર

|

May 18, 2022 | 1:43 PM

હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં હતી. અને, હાર્દિક પટેલનો ભાજપ (BJP) પ્રત્યને ઝુકાવ પણ જગજાહેર છે.

Hardik Patel Resign : શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે ? PM MODIના કાર્યક્રમમાં હાજરી આપશે : સૂત્ર
હાર્દિક પટેલનું રાજીનામું

Follow us on

આખરે પાટીદાર નેતા હાર્દિક પટેલે (Hardik patel) કોંગ્રેસને (Congress) બાય-બાય કહી દીધું છે. અને, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું (Resign) આપી દીધું છે. આમ તો હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં હતી. અને, હાર્દિક પટેલનો ભાજપ (BJP) પ્રત્યને ઝુકાવ પણ જગજાહેર થયો હતો. ત્યારે હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ભાજપમાં જોડાવવાના સંકેતો તેજ બન્યા છે. ત્યારે અહીં સવાલ છેકે શું ખરેખર હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે ?

PM Modiના કાર્યક્રમમાં હાજર રહેશે હાર્દિક પટેલ : સૂત્ર

રાજકોટમાં (આટકોટ) 28 મેંના રોજ પીએમ મોદી દ્વારા હોસ્પિટલનું ઉદ્ઘઘાટન થવાનું છે. ત્યારે હાર્દિક પટેલના રાજીનામા વચ્ચે એવા સમાચારો આવ્યા છેકે હાર્દિક પટેલ પીએમ મોદીના આ કાર્યક્રમમાં હાજર રહી શકે છે. જોકે આ તમામ સમાચારો આધારભૂત સૂત્રો દ્વારા સામે આવ્યા છે. આમ પણ હાર્દિક પટેલનો છેલ્લા ઘણા સમયથી ઝુકાવ ભાજપમાં જોડાવાની અટકળોને વેગ આપે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હાર્દિક પટેલ આપમાં જોડાશે ?

તો હાર્દિક પટેલના રાજીનામા બાદ આપના કાર્યકારી અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ હાર્દિકને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે સંઘર્ષ કરતા નેતાઓનું આપમાં સ્વાગત છે. અને, હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓનું આપ હંમેશા સ્વાગત કરે છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પટેલ આગળ ક્યા પક્ષમાં જોડાશે. તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા છે. જોકે આ મામલે ભાજપના વરૂણ પટેલે નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલને ભાજપના કાર્યકરો ક્યારેય સ્વીકારશે નહીં. જોકે આ મામલે કોંગ્રેસના જ નેતા હાર્દિક ભાજપમાં જોડાશે એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

રવિવારે જ કોંગ્રેસ સામેની નારાજગી પ્રદર્શિત થઇ હતી

નોંધનીય છેકે રવિવારે ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું.

કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિકની ગેરહાજરી

ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક પટેલ સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

Published On - 12:29 pm, Wed, 18 May 22

Next Article