Gujarat Election : આદિવાસી મતદાતાઓને રીઝવવા ભાજપ મેદાનમાં, આજથી CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓના આદિવાસી વિસ્તારમાં ધામા

|

Aug 09, 2022 | 8:38 AM

વિશ્વ આદિવાસી દિવસની (World Tribal Day) ઉજવણીના ભાગ રૂપે તમામ પ્રધાનો આદિવાસી વિસ્તારમાં જશે અને આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરી સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરશે.

Gujarat Election : આદિવાસી મતદાતાઓને રીઝવવા ભાજપ મેદાનમાં, આજથી CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓના આદિવાસી વિસ્તારમાં ધામા
BJP Tribal mission

Follow us on

આજથી ભાજપ સરકારનું (BJP Govt) મિશન આદિવાસી શરૂ થવા જઈ રહ્યું છે.આજે રાજ્ય સરકાર વિશ્વ આદિવાસી દિવસની (World Tribal Day) ઉજવણી કરશે.જે અંતર્ગત તમામ પ્રધાનો આદિવાસી વિસ્તારમાં જશે તેઓ આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરશે.સાથે જ દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળવા અંગે વાતચીત કરશે.કોણ કયા વિસ્તારમાં જવાનું છે તેની વાત કરીએ તો, આજે CM ભૂપેન્દ્ર પટેલ(Cm bhupendra patel)  ઝાલોદ જશે, વિધાનસભા અધ્યક્ષ નિમા આચાર્ય (nima achrya) ખેડબ્રહ્મા જશે, જીતુ વાઘાણી ભિલોડા, પ્રદીપ પરમાર નિઝર અને ગૃહ પ્રધાન  હર્ષ સંઘવી (harsh sanghavi) માંગરોળ જશે.આ રીતે તમામ 27 આદિવાસી બેઠકો પર પ્રધાન મંડળના સભ્યો જશે.

27 આદિવાસી બેઠકોના મતદાતાઓને મળશે નેતાઓ

મિશન આદિવાસીને (Tribal Mission)  લઈને TV9એ આદિજાતી વિકાસ પ્રધાન નરેશ પટેલ (naresh patel)સાથે વાતચીત કરી.જ્યારે નરેશ પટેલને આદિવાસી વોટબેન્ક વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સરકાર માત્ર ચૂંટણીના (Gujarat Assembly election) પરિપેક્ષમાં જ ઉજવણી નથી કરતી.વિપક્ષ પણ આદિવાસી મતો અંકે કરવા માટે કમર કસી રહ્યા છે. BTPનું આમ આદમી પાર્ટીની સાથે આવું અને કોંગ્રેસનું આદિવાસી વિસ્તારોમાં યાત્રા કાઢવી સૂચવે છે કે પક્ષ કોઈ પણ હોય પણ તમામ પક્ષ માટે આદિવાસી મતદારોને વિશ્વાસમાં લેવા જરૂરી બની જાય છે. જોકે વિપક્ષના પ્રયાસ પર ભાજપે પ્રહાર કર્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા માટે મથામણ કરી રહ્યો છે.એક તરફ AAP એ નવો ચીલો ચીતરીને સૌપ્રથમ વાર આટલા મહિના અગાઉ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે,તો બીજી બાજુ ભાજપ પણ મતદારોને રીઝવવા કમર કસી રહ્યું છે.જેના ભાગ રૂપે હાલ આદિવાસી મતદારોને રીઝવવા ભાજપના નેતાઓ કામે લાગ્યા છે.

Next Article