Gujarat Election Result 2022 : સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાંથી 42 બેઠક પર ભાજપ આગળ

|

Dec 08, 2022 | 10:51 AM

સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે હાલ શરૂઆતના વલણો મુજબ 54 માંથી 46 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે.

Gujarat Election Result 2022 : સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાંથી 42 બેઠક પર ભાજપ આગળ
Saurashtra Kutchh assembly Result 2022
Image Credit source: TV9 Digital

Follow us on

ગુજરાતમાં તમામ બેઠકો ઉપર મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શરૂઆતમાં કુલ 147 કરતા વધારે બેઠકો પર ભાજપની લીડ જોવા મળી રહી છે અને કોંગ્રેસની 22 બેઠક ઉપર લીડ જોવા મળી રહી છે જ્યારે આપ 8 બેઠક ઉપર આગળ જોવા મળી રહી છે. આ આંકડા સવારે 10 વાગીને 05 મિનિટના છે કે જ્યારે આ લખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે હાલ શરૂઆતના વલણો મુજબ 54 માંથી 42 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે.

દ્વારકા, પોરબંદર અને રાજકોટ

દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, ભાવનગરમાં જીતુ વાઘાણી, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, રીબાવા અને ભાવનગરમાં પુરુષોત્તમ આગળ ચાલી રહ્યા છે. જ્યારે જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા પાછળ ચાલી રહ્યા છે. અલ્પેશ કથીરીયા પ્રથમ રાઉન્ડના વલણમાં પાછળ ચાલી રહ્યા છે.

જામનગર ગ્રામ્ય અને મોરબી

જામનગર ગ્રામ્ય બેઠકના ચૂંટણી પરિણામોના રુઝાનમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ જીત તરફ આગળ વધી રહ્યા છે.વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ પાછળ ચાલી રહ્યા છે. મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા આગળ ચાલી રહ્યા છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ખંભાળિયા

મત ગણતરીમાં ખંભાળિયા બેઠક પર આપના ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા. બાદમાં પાછળ થઈ ગયા હતા. પરંતુ હાલ ફરી આગળ ચાલી રહ્યા છે. દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પોરબંદરમાં અર્જુ મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે.

સાવરકુંડલા, તાલાલા

અંજારમાં ભાજપના ત્રિકમ છાંગા આગળ, ગાંધીધામમાં ભાજપના માલતી મહેશ્વરી આગળ, માંગરોળમાં ભાજપના ભગવાનજી આગળ, પોરબંદરમાં ભાજપના બાબુ બોખરિયા આગળ, ગ્રામ્ય બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયા આગળ, અમરેલી બેઠક પર ભાજપના કૌશિક વેકરિયા આગળ, સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત આગળ, તાલાલામાં ભાજપના ભગવાન બારડ આગળ, લીંબડીમાં ભાજપના કિરિટસિંહ રાણા આગળ,

મહુવામાં કનુ કળસરિયા આગળ, ચોટીલામાં આપના રાજુ કરપડા આગળ, રાજકોટ દક્ષિણ પર ભાજપના રમેશ ટીલાળાં આગળ, માણાવદરમાં જવાહર ચાવડા આગળ, ધોરાજી બેઠક પર ભાજપના મહેન્દ્ર પાડલીયા આગળ, મોરબી, વાંકાનેર,ટંકારામાં ભાજપ આગળ, ગારિયાધારમાં ભાજપ આગળ, અમરેલીમાં ભાજપ આગળ, ​​​​​​​રાજુલામાં ભાજપ આગળ, ​​​​​​​સાવરકુંડલા કોંગ્રેસમાં આગળ, રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉદય કાનગડ આગળ,

કચ્છમાં અબડાસા, માંડવી

કચ્છમાં અબડાસા, માંડવી, અંજાર અને રાપરમાં ભાજપ આગળ, ભુજ અને ગાંધીધામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ, રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર ભાજપના જયેશ રાદડિયા આગળ, વઢવાણમાં ભાજપના જગદીશ મકવાણા આગળ, ​​​​​​​દસાડામાં ભાજપના પી.કે.પરમાર આગળ, જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ, જૂનાગઢમાં ભાજપના સંજય કોટડીયા આગળ ચાલી રહ્યા છે.

માંડવી ભાજપ આગળ 8000 અનિરુદ્ધ દવે
ભુજ ભાજપ આગળ 3000 કેશવલાલ પટેલ
અંજાર ભાજપ આગળ 7000 ત્રિકમ છાંગા
ગાંધીધામ ભાજપ આગળ 5000 માલતી મહેશ્વરી
રાપર ભાજપ આગળ 8544 વિરેન્દ્રસિંહ જાડેજા
દસાડા ભાજપ આગળ 14 પરષોત્તમ પરમાર
લિમડી ભાજપ આગળ 13915 કિરીટસિંહ રાણા
વઢવાણ ભાજપ આગળ 32000 જગદીશ મકવાણા
ચોટીલા ભાજપ આગળ 5057 શામજી ચૌહાણ
ધાંગ્રધા ભાજપ આગળ 6262 પ્રકાશ વરમોરા
મોરબી ભાજપ આગળ 2910 કાંતિ અમૃતિયા
ટંકારા ભાજપ આગળ 7037 દુર્લભજી દેથરિયા
વાંકાનેર ભાજપ આગળ 9919 જીતુ સોમાણી
રાજકોટ પૂર્વ ભાજપ આગળ 11178 ઉદય કાનગડ
રાજકોટ પશ્ચિમ ભાજપ આગળ 46000 ડો. દર્શિતા શાહ
રાજકોટ દક્ષિણ ભાજપ આગળ 10000 રમેશ ટિલાળા
રાજકોટ ગ્રામ્ય ભાજપ આગળ 4000 ભાનુબેન બાબરીયા
જસદણ ભાજપ આગળ 7336 કુંવરજી બાવળિયા
ગોંડલ ભાજપ આગળ 24029 ગીતાબા જાડેજા
જેતપુર ભાજપ આગળ 43434 જયેશ રાદડિયા
ધોરાજી ભાજપ જીત 8180 મહેન્દ્ર પાડલિયા
કાલાવડ ભાજપ આગળ 6852 મેઘજી ચાવડા
જામનગર ગ્રામ્ય ભાજપ આગળ 12000 રાઘવજી પટેલ
જામનગર ઉત્તર ભાજપ આગળ 12000 રીવાબા જાડેજા
જામનગર દક્ષિણ ભાજપ આગળ 36000 દિવ્યેશ અકબરી

Published On - 10:33 am, Thu, 8 December 22

Next Article