Gujarat Election Result 2022: ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ નોટાનું બટન દબાવનારાઓની સંખ્યા ઘટી

|

Dec 09, 2022 | 6:03 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017 ની તુલનાએ નોટાનું બટન દબાવનારાઓની સંખ્યા ઘટીને 5.01 લાખ થઈ છે. જેમાં સમગ્ર ગુજરાતના પરિણામો જોતા સરેરાશ બે ટકા મતદારોએ નોટોનું બટન દબાયું હતું. જેમાં બનાસકાંઠાની દાંતા બેઠક પર સૌથી વધુ 2.84 ટકા મત નોટામાં મત પડ્યા હતા. જ્યારે ત્યાર બાદ બીજા ક્રમે બારડોલીની બેઠક પર 2.35 ટકા મત નોટોમાં પડ્યા હતા.

Gujarat Election Result 2022: ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ નોટાનું બટન દબાવનારાઓની સંખ્યા ઘટી
Gujarat Election Nota

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017 ની તુલનાએ નોટાનું બટન દબાવનારાઓની સંખ્યા ઘટીને 5.01 લાખ થઈ છે. જેમાં સમગ્ર ગુજરાતના પરિણામો જોતા સરેરાશ બે ટકા મતદારોએ નોટોનું બટન દબાયું હતું. જેમાં બનાસકાંઠાની દાંતા બેઠક પર સૌથી વધુ 2.84 ટકા મત નોટામાં મત પડ્યા હતા. જ્યારે ત્યાર બાદ બીજા ક્રમે બારડોલીની બેઠક પર 2.35 ટકા મત નોટોમાં પડ્યા હતા. જ્યારે સૌથી ઓછા નોટાના મત અમદાવાદના બાપુનગરની બેઠક પર પડયા જેમા બાપુનગરમાં 0.75 ટકા મત નોટાના પડયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1.57 ટકા લોકોએ NOTAનું બટન દબાવ્યુ છે . જેમાં. NCP,SP,BSP,લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), JDU,JDS,CPI,CPI(M),CPI (ML-L)વા પક્ષો કરતાં NOTAની મત ટકાવારી વધુ હતી. આ પાર્ટીઓમાં બહુજન સમાજ પાર્ટીને 0.50 ટકા વોટ મળ્યા છે. સમાજવાદી પાર્ટીને 0.29 ટકા અને એનસીપીને 0.24 ટકા વોટ મળ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની કોઈ અસર જોવા મળી નથી. અહીં NOTAને 1.57 ટકા વોટ મળ્યા છે, પરંતુ ઓવૈસીની પાર્ટી AIMIMને માત્ર 0.33 ટકા વોટ મળ્યા છે. આનો અર્થ એ થયો કે ગુજરાતની જનતાએ અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી AIMIMને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેમાં  વર્ષ 2009થી  નોટાનો વિકલ્પ મતદારોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે જણાવ્યા પછી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નન ઓફ ધી એબોવ(નોટા) નો એક વિકલ્પ પણ મૂકવાનું નક્કી કરાયેલું છે. ત્યારબાદ 2017ની સાલમાં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કુલ માન્ય ઠરેલા 2.73 કરોડ મતમાંથી અંદાજે 5,51,615 મતદારોએ ચૂંટણી લડી રહેલા એકપણ ઉમેદવારને પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા વિના નોટાનું બટન દબાવ્યું હતું.

Next Article