Gujarat election result 2022 : ગુજરાતમાં સાતમી વાર ભાજપ સત્તા સ્થાને, નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડયો !

|

Dec 08, 2022 | 5:27 PM

Gujarat election result 2022 : આ વખતે 2017ના ચૂંટણી પરિણામો કરતા ભાજપે સારો દેખાવ કર્યો છે. અને, ભાજપને 50થી વધારે બેઠકોનો ફાયદો થયો છે. ગત ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. કોંગ્રેસને 50થી વધારે બેઠકોનું નુકસાન છે.

Gujarat election result 2022 : ગુજરાતમાં સાતમી વાર ભાજપ સત્તા સ્થાને, નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડયો !
Gujarat election result 2022: નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડયો !
Image Credit source: TV9 Digital

Follow us on

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોના શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. અને, 10 વાગ્યા સુધીમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છેકે ગુજરાતમાં સતત સાતમીવાર ભાજપ સત્તા સ્થાને બિરાજમાન થઇ રહ્યું છે. ત્યારે ચૂંટણી પ્રચારની સભાઓમાં પીએમ નરેન્દ્ર મોદીએ મતદારોને જે આહ્વાન કર્યું હતું કે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે, તેવું પણ દેખાઇ રહ્યું છે. આ ચૂંટણી રુઝાનમાં ભાજપ તરફી પરિણામો દેખાઇ રહ્યા છે.

ગુજરાતમાં  છેલ્લી સાત ચૂંટણીમાં ભાજપની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા સાત વર્ષથી ભાજપ ચૂંટણી જીતતું આવ્યું છે. જેમાં 1995ના વર્ષમાં ભાજપને 121 બેઠકો મળી હતી. જયારે 1998માં ભાજપના હાથે 117, 2002માં 127, 2007માં 117, 2012માં 115, અને 2017માં 99 બેઠકો મળી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

શરૂઆતી વલણોમાં ભાજપનો બાહુબલી દેખાવ (10 વાગ્યા સુધી)

હાલના પરિણામોના વલણો પ્રમાણે ભાજપ 151 બેઠકો, કોંગ્રેસને 18 અને અપક્ષને 7 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. નોંધનીય છેકે શરૂઆતી વલણો પ્રમાણે 2017ના ચૂંટણી પરિણામો કરતા ભાજપનો દેખાવ સારો છે. અને, ભાજપને 40થી 47 બેઠકોનો ફાયદો દેખાઇ રહ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને આશરે 45થી 50 બેઠકોનું નુકસાન દેખાઇ રહ્યું છે. અને, કોંગ્રેસના માત્ર 22 બેઠકો મળતી દેખાઇ રહી છે. જયારે આપને આ વખતે 5થી 8 બેઠકો મળી રહી છે.

જો આ શરૂઆતી વલણો છેલ્લે સુધી અકબંધ રહે તો ભાજપને 130 આસપાસ બેઠકો મળશે તેવું લાગી રહ્યું છે. અને, 130 બેઠકો પણ ભાજપ માટે રેકોર્ડ સમાન છે. આ પહેલા ભાજપને 2002માં 127 બેઠકો મળી હતી. જે ભાજપનો અત્યારસુધીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ હતો.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વોટ શેરમાં ધરખમ વધારો દેખાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીનું પર્ફોર્મન્સ જોતાં કૉંગ્રેસના મતો તોડયા હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો એવું જ લાગી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીને કારણે ભાજપને સારો ફાયદો થઈ રહ્યો છે.

મધ્ય ગુજરાતની 55 બેઠક પર ભાજપ આગળ છે. 4 બેઠક પર કોંગ્રેસ આગળ છે. અને 2 બેઠક પર અન્ય આગળ છે. ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ છે. અમદાવાદની 21 બેઠક પર ભાજપ આગળ છે.ઉત્તર ગુજરાતની 32માંથી 25 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ આગળ છે. થરાદમાં શંકર ચૌધરી અને ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર આગળ છે.

 

Published On - 10:13 am, Thu, 8 December 22

Next Article