Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પ્રચારના પડઘમ આજે થશે શાંત, નેતાઓ સાંજે 5 વાગ્યા સુધી કરી શકશે પ્રચાર

|

Nov 29, 2022 | 7:48 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાત ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. એક તરફ ભાજપ સત્તા કાયમી રાખવા, કોંગ્રેસ પરિવર્તન માટે તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.

Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પ્રચારના પડઘમ આજે થશે શાંત, નેતાઓ સાંજે 5 વાગ્યા સુધી કરી શકશે પ્રચાર
Gujarat Election 2022

Follow us on

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો ઉપર યોજાનાર છે ત્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આજે  સાંજે 5 વાગ્યા બાદ કોઈપણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. જો કે ડોર-ટુ-ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ સ્વરૂપે પ્રચાર ચાલુ રહેશે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહત્વનું છે કે, દરવખતે ગુજરાત ચૂંટણીમાં સૌરાષ્ટ્ર હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે, ત્યારે આ વખતે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર કર્યો છે. જો કે રોડ-શો, રેલી અને જનસભામાં જોવા મળેલી જનતાનો ઝુકાવ કઈ રાજકીય પક્ષ તરફ રહેશે, તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:18 am, Tue, 29 November 22

Next Article