Gujarat Election 2022: મહિસાગરમાં મતદાતા હોડીમાં બેસીને પહોંચ્યા મતદાન કરવા

|

Dec 05, 2022 | 3:55 PM

મહિસાગર જિલ્લામાં સંતરામપુરાના  કણજરા ગામમાંના ટીમલા ગામે અંતરિયાળ રહેતા  ગ્રામજનો હોડીમાં બેસીને નદી પાર કરીને  મતદાન સ્થળે પહોંચ્યા હતા.  આ મતદારોએ હોડીમાં બેસીને 3થી 4 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

Gujarat Election 2022: મહિસાગરમાં મતદાતા હોડીમાં બેસીને પહોંચ્યા મતદાન કરવા
મહિસાગરમાં મતદાતાઓ હોડી દ્વારા પહોંચ્યા મતદાન મથકે

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  સંતરામપુર તાલુકાના કણજરા ગામેથી ટીમલા ગામે મતદાન કરવા માટે મતદારો હોડીમાં બેસીને  પહોંચ્યા હતા. આ મતદારો 3થી 4 કિલોમીટરનું અંતર કાપીને મતદાન મથકે પહોંચ્યા હતા. અંતરિયાળ વિસ્તારોમાં મતદારો ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. ગુજરાતમાં બીજા તેમજ અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે જાગૃતિ દર્શાવતા નાગરિકોએ લગ્ન પ્રસંગમાંથી સમય કાઢીને વોટ આપ્યો હતો તો ક્યાંક વરરજા અન નવવધૂ પણ વોટ આપવા પહોંચ્યા હતા. મહિસાગર જિલ્લામાં સંતરામપુરાના કણજરા ગામમાંના ટીમલા ગામે અંતરિયાળ રહેતા  ગ્રામજનો હોડીમાં બેસીને નદી પાર કરીને  મતદાન સ્થળે પહોંચ્યા હતા.  આ મતદારોએ હોડીમાં બેસીને 3થી 4 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

ગુજરાત ચૂંટણી 2022: કુલ 2 કરોડ 51 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થઈ રહ્યું છે.  ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠક ઉપર આજે ખરાખરીનો જંગ જામ્યો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો  છે. બીજા તબક્કાની 93 બેઠકઉ પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.

બીજા તબક્કામાં કેટલા ઉમેદવાર ?

બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન યોજાયું છે.. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોડાયા છે  અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ ઉપર છે.

 

 

Next Article