Gujarat Election 2022: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાંકાનેરમાં, ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી માટે પ્રચાર અભિયાન

|

Nov 18, 2022 | 2:09 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.

Gujarat Election 2022: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાંકાનેરમાં, ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી માટે પ્રચાર અભિયાન
CM યોગી આદિત્યનાથ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કરેલા છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને પણ જવાબદારી સોંપેલી છે. ત્યારે યોગી આદિત્યનાથ આજે મોરબી જિલ્લાના વાંકાનેરમાં પહોંચ્યા છે.  તેઓ ભાજપ માટે પ્રચાર કરવાના છે.

મોરબી જિલ્લાના વાંકાનેર વિધાનસભામાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાંકાનેર પહોંચ્યા છે. યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. ત્યારે યોગી આદિત્યનાથના સ્વાગત માટે બુલડોઝર શણગારવામાં આવ્યા છે. ભાજપના નેતાઓ યોગી આદિત્યનાથની બુલડોઝર રાજનીતિની પ્રસંશા કરી રહ્યા છે.  વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે.

યોગી આદિત્યનાથે જનસભા સંબોધનની શરુઆતમાં મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યુ કે ગુજરાત એ મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિ છે. CM યોગીએ જણાવ્યુ કે મોરબી હંમેશા પડકારો સામે લડીને અને વિપરીત પરિસ્થિતિ સામે ઊભા થવા માટે જાણીતુ છે. આપણે બધા જાણીયે છીએ કે મોરબી સામે આવા પડકારો કોઇ પહેલીવાર નથી. પણ મોરબી હંમેશા તેવી સામે ઊભુ થયુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુજરાત ઇલેકશન 2022 : 150 બેઠકને આવરી લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન મોદી મતદાન પહેલા 150 બેઠક પર સત્તા માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસે રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સંપૂર્ણ તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાત ઇલેકશન 2022 : દિગ્ગજોના ગુજરાતમાં ધામા

ભાજપે ચૂંટણી પ્રચાર માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, બીજેપી સાંસદ હેમા માલિની, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્યને કામ સોંપી દીધુ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી છે.

Next Article